ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 3160 કેસ નોંધાયા

ગાંધીનગર :

રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252, 30 માર્ચે 2220, 31 માર્ચે 2360 અને 1 એપ્રિલે 2410 કેસ 2જી એપ્રિલે 2640 અને 3જી એપ્રિલે 2815 અને 4 એપ્રિલે 2875 નવા કેસ સામે આવ્યાં બાદ 5 માર્ચે કોરોનાના નવા 3 હજારથી વધુ કેસ સામે આવ્યાં છે.

3160 કેસ, 15 દર્દીઓના મૃત્યુ

રાજ્યમાં આજે 5 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 3160 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 15 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 7, અમદાવાદમાં 6 અને ભાવનગર તથા વડોદરામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,21,598 થઇ છે.

અમદાવાદમાં 773 અને સુરતમાં 603 કેસ

રાજ્યમાં આજે 4 એપ્રિલે મહાનગરો નોધાયેલા Corona ના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 773, સુરતમાં 603, વડોદરામાં 216 અને રાજકોટમાં 283, જામનગરમાં 70, ભાવનગરમાં 60 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.

એક્ટીવ કેસ વધીને 16,252 થયા

રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 4 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 15135 એક્ટીવ કેસ હતા, જે આજે 5 એપ્રિલે વધીને 16,252 થયા છે.જેમાં 167 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 16,085 લોકોની સારવાર ચાલી રહી છે.

2028 દર્દીઓ સાજા થયા

રાજ્યમાં આજે 5 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2028 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,00,765 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 93.52 ટકા થયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x