ગાંધીનગર

ઈંગ્લીશ મીડિયમ સ્કૂલો, 10 હજારને રોજગારી, આખા શહેરમાં ફ્રી Wifiનો કોંગ્રેસનો વાયદો

મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ગુજરાતના રાજકારણમાં નવી જ આવેલી આમ આદમી પાર્ટીએ જાહેર કહેલી મોટા ભાગની જાહેરાતો કોંગ્રેસે પણ કરી છે. આપે ઉઠાવેલો સૌથી મહત્વનો શિક્ષણનો મુદ્દો પણ કોંગ્રેસે બેઠો ઉઠાવી લીધો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આપે શહેરમાં અંગ્રેજી મિડિયમની 10 આધુનિક શાળાઓ બનાવવાની જાહેરાત કરી હતી. તો કોંગ્રેસે દરેક વોર્ડમાં કોમ્પ્યુટર લેબ, ઈન્ડોર ગેમ્સ, પ્લે ગ્રાઉન્ડ, મ્યુઝિક, યોગા, ઈ-લાઈબ્રેરી, આરઓ વોટર સિસ્ટમ સહિતની અલ્ટ્રા મોર્ડન ઈંગ્લિશ મિડિયમ સ્કૂલોમાં મફત એજ્યુકેશનનો વાયદો આપ્યો છે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા, પ્રદેશ નેતા નિશિત વ્યાસ, હિમાંશુ પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ ‘આપણું અદભુત ગાંધીનગર’ નામે વચનપત્ર જાહેર કર્યું છે. કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે જો કે, જીત બાદ કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાય નહીં તે માટે શું કરશો તેનો ખુલીને જવાબ કોંગ્રેસના નેતાઓ આપી શક્યા ન હતા. આ સાથે કોંગ્રેસે શહેરના દરેક નાગરિકને કોરોના વેક્સિન ફ્રીમાં આપવાનો વાયદો કર્યો છે.

શહેરને આઈકોનિક યુથ સિટીનો દરજ્જો
શહેરને આઈકોનિક યુથ સિટીનો દરજ્જો મળે તે પ્રકારની કામગીરી કરાશે. જેમાં યુથ, કપલ, ચિલ્ડ્રન, સિનિયર સિટીઝન માટે ગાર્ડન, ડેટ ડેસ્ટીનેશન વીથ કોફી શોપ, કીટ્ટીપાર્ટી માટે હોલ, સ્પોર્ટ્સ યુથ કોમ્પ્લેક્ષ, લક્ઝુરિયસ બેંકવેટ, કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવાની ખાતરી કોંગ્રેસે આપી છે. આ ઉપરાંત શહેરમાં માછલી ઘર- ચીડિયા ઘરનું નિર્માણ કરી સેક્ટર-1ના તળાવને સંપૂર્ણ ભરી ડોલ્ફીન શોનું આયોજન કરવાના સપના કોંગ્રેસે બતાવ્યા છે.

વિપક્ષમાં રહીને કોંગ્રેસ શહેરને ગ્રીન સિટી બનાવવાની તક ચૂક્યું!
કોંગ્રેસે મેનિફેસ્ટોમાં વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢવાની પ્રક્રિયા સ્થગિત કરીને લાખો વૃક્ષોનું વાવેતર કરીને ફરીથી ગાંધીનગરને દેશનું નં-1 ગ્રીનસિટી બનાવવાની જાહેરાત કરી છે. ત્યારે સવાલ થાય છે કે, 2 ટર્મથી વિપક્ષમાં રહેલી કોંગ્રેસને ત્યાં વૃક્ષોના વાવેતરમાં કોણ રોકતું હતું. કોંગ્રેસ ઈચ્છતે તો વિપક્ષમાં રહીંને લાખો વૃક્ષો વાવીને હાલના મેનીફેસ્ટોમાં કોંગ્રેસના લીધે ગાંધીનગર ફરી ગ્રીનસિટી બન્યું હોવાની જાહેરાત કરી શક્યું હોત. કારણ કે, શહેરની ગ્રીનસિટી બનાવવાની જાહેરાત કોંગ્રેસે 2016ની ચૂંટણીના મેનિફેસ્ટોમાં પણ કરી હતી.

કોંગ્રેસે મેનિફેસ્ટોમાં કરેલી જાહેરાત

  • ગાંધીનગરના 10 હજાર બેરોજગારોને રોજગાર આપવાની ગેરંટી.
  • કોર્પોરેશનની શૈક્ષણિક સંસ્થાઓમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ સંપૂર્ણ નાબૂદ કરી સરકારના ધારા-ધોરણ મુજબ એજ્યુકેશનલ સ્ટાફને કાયમી ધોરણે ગર્વમેન્ટ જોબ.
  • લોકો રહેતાં ન હોય તેવી બંજર સ્થળે ડમ્પિંગ સાઈટ ખસેડાશે.
  • આખા શહેરમાં ફ્રી વાઈફાય
  • દરેક વોર્ડમાં ઈંગ્લિશ મીડિયમ સહિતની આધુનિક સ્કૂલો બનાવીને શિક્ષણના વેપારીકરણને વિદાય અપાશે.
  • બાળમંદિર અને સ્કૂલોના ખાનગીકરણ પર રોક, રોજગારલક્ષી શિક્ષણ
  • 24 કલાક રીડિંગ લાઈબ્રેરી, એક્સપર્ટ ટીચર્સ દ્વારા બેસ્ટ એજ્યુકેશન
  • દરેક વોર્ડમાં સેવા-નિદાન સારવાર આપતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર.{
  • ઓક્સિજન-વેન્ટીલેટર સાથેની એમ્બ્યુલન્સ સેવા, નશામુક્ત કેન્દ્રો સ્થાપાશે
  • નવા વિસ્તારોમાં 200થી વધુ બેડની નવી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ.
  • એક્સ-રે, સિટીસ્કેન, એમઆરઆઈની રાહત દરે સુવિધા, ડાયબિટીસ, બ્લડ પ્રેશરના દર્દીઓની મફત ટેસ્ટિંગ.
  • શહેરના દરેક બાળકને જરૂરી દરેક રસી બિલકુલ મફત
  • આર્થિક રીતે નબળા શહેરીજનોને અસાધ્ય-અકસ્માતના કેસમાં મેયર ફંડ થકી આર્થિક સહાય.
  • ગરીબ પરિવારોના મુખ્ય વ્યક્તિને એક લાખ રૂપિયાનો પર્સનલ એક્સિડન્ટ વિમો
  • લોકડાઉન સમયગાળાનો પ્રોપર્ટી ટેક્ષ માફ, ભાડુઆત અને મકાન માલિક બંનેમાંથી એક જ વ્યક્તિ પાસે સિંગલ પ્રોપર્ટી ટેક્ષ
  • નાના રોજગાર-કારખાનેદાર, કારીગર વેપારી, ગૃહઉદ્યોગોને પ્રોફેશનલ ટેક્ષમાં 50થી 100 ટકા સુધીની રાહત.
  • પ્રોપર્ટી ટેક્ષના માળખાની પુન: સમીક્ષા કરાશે. સામાજિક-ધાર્મિક, શૈક્ષણિક, રોજગારલક્ષી, સેવાભાવી સંસ્થાઓના કાર્યોના આધારે ટેક્ષમાં અંશતથી સંપૂર્ણ રાહત
  • મનપાના નવા વિસ્તારોમાં સુવિધાઓ ન પહોંચી ત્યાં સુધી કોઈ ટેક્સ નહીં.
  • 100 વીજ યુનિટ સુધીના વપરાશકારને બીલમાં 100 ટકા સંપૂર્ણ માફી.
  • ટ્રાફિકથી છૂટકારો, પાર્કિંગમાં વધારો, સિટી બસમાં વધારો, ડબલડેકર બસ શરૂ કરાશે. મહિલા, પોલીસ, હોમગાર્ડ, આર્મીસ્ટાફ, પેરા મિલિટરી ફોર્સના જવાનોને સિટી બસની મુસાફરી મફત.
  • રાષ્ટ્રીય પર્વો, પ્રસંગો અને ધાર્મિક તહેવારોમાં સિટીમાં મફત મુસાફરી
  • સ્ટુડન્ટ-સિનિયર સિટિઝનને બસની મુસાફરીમાં કન્સેશન,

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x