રાજ્યમાં કોરોનાની બેકાબુ સ્થિતિ, 4541 નવા કેસ
ગાંધીનગર :
રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252, 30 માર્ચે 2220, 31 માર્ચે 2360 અને 1 એપ્રિલે 2410 કેસ 2જી એપ્રિલે 2640 અને 3જી એપ્રિલે 2815 અને 4 એપ્રિલે 2875, અને 5 એપ્રિલે 3160 નવા કેસ સામે આવ્યાં બાદ 6 એપ્રિલે 3280, 7 એપ્રિલે 3575 કેસ આવ્યાં બાદ 8 એપ્રિલે 4021 કેસ આવ્યા બાદ 9 એપ્રિલે તમામ રેકોર્ડ સાથે નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે.
4541 કેસ, 42 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 9 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 4541 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 42 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 15, અમદાવાદમાં 12, રાજકોટમાં 4, વડોદરામાં 6 અને ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર અને જામનગરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,697 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,37,015 થઇ છે.
અમદાવાદમાં 1296 અને સુરતમાં 891 કેસ
રાજ્યમાં આજે 9 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 1296, સુરતમાં 891, રાજકોટમાં 340, વડોદરામાં 256, જામનગરમાં 123, ભાવનગરમાં 69 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.
એક્ટીવ કેસ વધીને 22,692 થયા
રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 8 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 20,473 એક્ટીવ કેસ હતા, જે આજે 9 એપ્રિલે વધીને 22,692 થયા છે.જેમાં 187 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 22505 લોકોની સારવાર ચાલી રહી છે.
2280 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 9 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2280 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,09.626 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ ઘટીને 91.87 ટકા થયો છે.