આરોગ્ય

ઓક્સિજન લેવલ જળવાય શકે તે માટે આયુર્વેદિક તબીબ દ્વારા કેટલાક સુચનો

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જેમાં વાયરસે પોતાનો સ્ટ્રેન બદલાવ્યો છે. આ લહેરમાં સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને 30થી 50 વર્ષના દર્દીઓ પણ વધુ ગંભીર બનવા લાગ્યા છે. દર્દીઓની હાલત ગંભીર થવાનું એક માત્ર મુખ્ય કારણ ફેફસાંમાં ઈન્ફેક્શનથી ઓક્સિજન લેવલ ઘટી જવાનું છે. અંદાજીત 40 ટકા દર્દીઓમાં ઓક્સિજન લેવલ નીચું ઉતરી જતું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે શહેરમાં ઓક્સિજનના બાટલા, વેન્ટિલેટર, રેમડેસિવિર ઇન્જેક્શનની ખૂબ જ આવશ્યકતા ઉભી થઇ રહી છે. આ બધા વચ્ચે દેશી અને આયુર્વેદ ઉપચાર કરવો હિતાવહ છે. લોકો આયુર્વેદિક ઉપચાર અપનાવે તો તેમના શરીરનું ઓક્સિજન લેવલ જળવાય શકે તે માટે આયુર્વેદિક તબીબ દ્વારા કેટલાક સુચનો પણ કરવામાં આવ્યા છે. આયુર્વેદિક તબીબોએ ઘરેલું સલાહ આપતા જણાવ્યું છે કે, જો તમારૂ ઓક્સિજન લેવલ નીચું જતું રહે તો કપુરની 1 ગોળી, 1 ચમચી રાય , અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમોની પોટલી બનાવીને સુંઘો. આમ કરવાથી ઓક્સિજન લેવલ ઉંચુ આવે છે.

રાજકોટના આયુર્વેદિક તબીબે ઉપાયો જણાવ્યાં
રાજકોટ અથર્વ આયુર્વેદ હોસ્પિટલના તબીબ ડો. ગૌરાંગ જોષીએ દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી અને ઓક્સિજન લેવલ કેવી રીતે વધારી શકાય તે અંગે કેટલાક ઉપાયો જણાવ્યા હતા. આ સાથે વૃક્ષો મનુષ્ય જાતિના જન્મ વખતથી તેને સહજ રીતે ઓક્સિજન આપતા રહ્યાં છે અને તેનાથી જ મનુષ્યનું જીવન છે. પરંતુ આજે શહેરમાં વૃક્ષો ઘટી ગયા છે ત્યારે બીજી તરફ કોરોના શરીરની ઓક્સિજન લેવાની ક્ષમતા પર જ ઘાતક અસર કરે છે. હવે કૃત્રિમ રીતે ઓક્સિજન મેળવવા એકબાજુ દર્દીઓ તરફડિયા મારે છે અને બીજી બાજુ તેમને બચાવવા પરિવારજનો, નિષ્ઠાવાન તબીબો દોડધામ કરી રહ્યાં છે.

ઓક્સિજન લેવલ વધારવા દેશી અને વિલાયતી ઉપાયો
-કપુરની એક ગોળી, એક ચમચી રાય, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમાની પોટલી બનાવીને સુંઘો.
-પ્રોનિંગ થેરાપીમાં દર્દીને અમુક સમય માટે પડખે અને ઉંધા સુવડાવવા.
-શ્વાસોશ્વાસ યોગ્ય કરવા રોજ રાય-મીઠું પાણીમાં નાંખી ઉકાળી નાસ લેવો..

ઓક્સિજન લેવલ વધારવા કુદરતી ઉપાયો
-રોજ પ્રાણાયામ કરવા, એ ન આવડે તો શાંત મગજ રાખી ટટ્ટાર બેસી ઉંડા શ્વાસ લેવા.
-પુષ્કળ પર્યાપ્ત માત્રામાં શુદ્ધ પાણી પીવું.
-કુદરતી હવા શ્વાસમાં જાય તે રીતે દિવસ પસાર કરવો, બારી-બારણા ખુલ્લા રાખો.
-વ્યાયામ કરવો, શક્તિ અને સમય મુજબ શ્રમ કરવો.
-હરિયાળીનો, વૃક્ષોનો સંગાથ રાખવો.
-હિમોગ્લોબીન વધે, જળવાય તેવો ખોરાક લેવો.

લીંબુથી કેવી રીતે વાયરસ દૂર કરી શકાય
ડો. ગૌરાંગ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, તમારી ઘરમાં રહેલા લીંબુના કટકા કરી તેમાંથી રસ કાઢવાનો છે. આ રસના બે-બે ટીપા તમારા નાકમાં નાખવા છે. રસના ટીપા જેવા તમે નાકમાં નાખશો એટલે તે મોઢામાં આવશે. જેને થૂંકી નાખવાનું છે. આ રસને કારણે તમને તરત છીંક આવશે. બાદમાં નાકમાંથી કફનો પ્રવાહ વહેવા લાગશે. આ પ્રવાહની સાથે વાયરસ નીકળી જશે. નાકમાં બળતરા થાય તો નાળિયેરનું તેલ લગાવવાનું છે. આથી ધીમે ધીમે તમારા નાકની બળતરા બંધ થઇ જશે. વધેલા લીંબુનો રસ કાઢી તેમાં હદર અને મીઠું નાખી તેના કોગળા કરવાના છે. જેનાથી તમારા મોઢાની આસપાસ વાયરસ હશે તો દૂર થઇ જશે. બે-ત્રણ રૂપિયામાં આ ઘરગથ્થુ સારવાર લઇ શકશો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x