રાષ્ટ્રીય

દેશમાં આજે રેકોર્ડબ્રેક 2.33 લાખથી વધુ કેસ નોંધાયા, 1338 લોકોનાં મોત

દેશમાં કોરોનાથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. કોરોનાવાયરસે આખા દેશને ઝપેટમાં લઈ લીધો છે. દરેક રાજ્યમાં, દરેક શહેરમાં પહેલાં કરતાં વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. શુક્રવારે પ્રથમ વખત એવું બન્યું જ્યારે એક દિવસમાં રેકોર્ડ 2 લાખ 33 હજાર 757 લોકો પોઝિટિવ સામે આવ્યા. આ દરમિયાન 1 લાખ 22 હજાર 839 દર્દી પણ રિકવર થયા હતા. દેશભરમાં અત્યારસુધીમાં 1.45 કરોડ લોકોને સંક્રમણ લાગ્યું છે. આ આંકડો આજે સાંજ સુધીમાં દોઢ કરોડને પાર થઈ જશે.
સંક્રમણને કારણે 24 કલાકની અંદર 1,338 દર્દીનાં મૃત્યુ થયાં હતાં. આ મૃત્યુઆંક સત્તાવાર છે. સ્મશાનઘાટ અને કબ્રસ્તાનોમાં પહોંચતા મૃતદેહો આ કરતાં ઘણા વધારે છે. ત્યાંથી જે તસવીરો સામે આવી રહી છે એ ખરેખર ભયાનક છે. તમે સ્મશાનઘાટ અને કબ્રસ્તાનમાં લાગેલી લાંબી કતારો દ્વારા આનો અંદાજ લગાવી શકો છો.

શુક્રવારે 1 લાખ 61 હજાર 422 એટલે કે 69.05% નવા દર્દીઓ માત્ર 7 રાજ્યમાં જ વધ્યા છે. આમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં, 63,729,, ઉત્તરપ્રદેશમાં 27,360, દેશની રાજધાની દિલ્હીમાં 19,486, કર્ણાટકમાં 14,859, છત્તીસગઢમાં 14,912, મધ્યપ્રદેશમાં 11,045 અને કેરળમાં 10,031 લોકોને સંક્રમણ લાગ્યું છે. આ રાજ્યોમાં જ સૌથી વધુ 939 એટલે કે 70.17% જેટલાં મૃત્યુ નોંધાયાં છે.
આજે અનેક રાજયોના આરોગ્યમંત્રીઓની બેઠક
આજે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન દેશનાં એ તમામ રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે વીડિયો- કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે. જ્યાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ડો.હર્ષ વર્ધને જણાવ્યું હતું કે આ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. આ સિવાય સંસાધન સંકટ અંગે પણ વાટાઘાટો થશે. સોમવારે દેશની તમામ એઈમ્સ હોસ્પિટલોના ડિરેક્ટરની બેઠક મળશે; એમાં ત્યાં સુવિધાઓ વધારવાનું કહેવામાં આવશે.

છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 2.33 લાખ
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 1,338
છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 1.22 લાખ
અત્યારસુધીમાં કુલ સંક્રમિત થયા: 1.45 કરોડ
અત્યારસુધી સાજા થયા: 1.26 કરોડ
અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 1.75 લાખ
હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 16.73 લાખ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x