દિલ્હીમાં 6 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, CM કેજરીવાલે કરી જાહેરાત
દિલ્હી :
દિલ્હીમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે દિલ્હીમાં 6 દિવસ માટે લોકડાઉન લગાવાયું છે. આ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સત્તાવાર જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું દિલ્હીમાં કેટલાક દિવસો માટે લોકડાઉન લગાવવું જરૂરી છે. આજ રાત્રે 10 વાગ્યાથી આગામી સોમવાર સવાર સુધી(6 દિવસ) લોકડાઉન લગાવાશે. લગ્નની સિઝન છે, તેના સંબંધો તોડવા નથી માંગતા, પરંતુ 50 લોકો સાથે યોજાય. આ નાનું લોકડાઉન છે 6 દિવસનું લોકડાઉન છે. તમારા આવવા જવામાં એટલો સમય ખરાબ થઇ જશે. આને વધારવાની જરૂરિયાત નહીં પડે. તમે દિલ્હીમાં રહો. આપણે સૌ સાથે મળીને આ મુશ્કેલી સામે લડીશું. હું તમારો સંપૂર્ણ ખ્યાલ રાખીશ. હું છું ને મારા પર ભરોસો રાખો. તમે સૌ લોકો જાણો છો કે, મેં હંમેશા લોકડાઉનનો વિરોધ કર્યો છે. લોકડાઉનથી કોરોનાની સ્પિડ ઓછી થઇ જાય છે. તમને જણાવી દઇએ કે, દિલ્હીમાં કોરોના સંકટના કારણે પરિસ્થિતિ હવે બેકાબૂ થઇ ગઇ છે. દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં બેડ્સ નથી, ઑક્સિજનની પણ અછત છે. ત્યારે આ જ કારણે દિલ્હીમાં હવે કડક નિર્ણય લેવો પડ્યો છે.
દિલ્હી સરકારે બનાવ્યો કંટ્રોલ રૂમ
ઑક્સિજન અને રેમડેસિવિરની અછતને લઇને દિલ્હી સરકારે એક્શન લીધા છે. એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો છે, જે હેઠળ સપ્લાઈનો ડેટા રાખવામાં આવશે. સરકારે આના માટે નોડલ ઑફિસરની નિમણૂંક કરી દીધી છે.
કોરોનાના પ્રકોપ વચ્ચે દિલ્હીમાં DRDO દ્વારા સરદાર પટેલ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીં હજુ 500 બેડ્સ શરૂ કરાયા છે, જેમાંથી 250 બેડ ભરાઇ ચૂક્યા છે. અહીં ઑક્સિજન સપ્લાઈની સાથો સાથે કંડીશનની પણ સુવિધા છે. અહીં પર બેડ્સની સંખ્યા વધારીને 1000 સુધી કરવામાં આવશે.