ગાંધીનગર

ગાંધીનગરમાં કોરોના સંક્રમણ વધતાં આધારકાર્ડ અને ઇ-ધરા કેન્દ્ર 10મી મેં સુધી બંધ

ગાંધીનગર :
ગાંધીનગરમાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિનાં પગલે ગાંધીનગર કલેક્ટર કચેરી સહિત અન્ય મામલતદાર કચેરીમાં કાર્યરત આધાર કાર્ડ કેન્દ્ર તેમજ ઇ ધારા કેન્દ્રને 10મી મેં સોમવાર સુધી બંધ કરવાનો અધિક કલેક્ટર હનુમંતસિંહ જાડેજા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ તેની ટોચ સપાટીએ પહોંચી ગયો છે. દિન-પ્રતિદિન કોરોનાનો આંકડો નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. જેના પગલે ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન 2020ની અમલવારી ચાલુ રાખવામાં આવી છે. નોવેલ કોરોના વાયરસના સંક્રમણની અટકાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા યથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ અંગે ગાંધીનગર અધિક કલેક્ટર હનુમંતસિંહ જાડેજાએ પરિપત્ર કરી હુકમ કરવામાં આવ્યો છે કે, ગાંધીનગરમાં વધી રહેલા સંક્રમણના પગલે કોવિડ સંક્રમણ વધુ ન ફેલાય તેમજ સોશિયલ ડિસ્ટનસીનું કડક પાલન થાય તે જરૂરી બની ગયું છે.આવા સંજોગોના પગલે ગાંધીનગર શહેર તેમજ જિલ્લા મામલતદાર કચેરી તેમજ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત આધાર કાર્ડ કેન્દ્રો તેમજ ઇ ધારા કેન્દ્રો આગામી 10મી મેં ને સોમવાર સુધી બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ સેવાઓનો મેળવવી અતિ જરૂરિયાત હોય તેવા નાગરિકોએ સંબંધિત મામલતદાર નો સંપર્ક કરવાનો રહેશે. તેમજ તે સિવાય તમામ અરજદારોને માટે ગાંધીનગર કલેક્ટર કચેરી સહિતની અન્ય આધાર કાર્ડ કેન્દ્રો તેમજ ઇ ધારા કેન્દ્ર નાગરિકો માટે 10મી મેં સુધી સદંતર બંધ કરી દેવાનો હુંકમ કરવામાં આવ્યો છે.આમ અતિ આવશ્યક કામ સિવાયના તમામ લોકો માટે કલેકટર કચેરી ખાતે કાર્યરત કેન્દ્રો પર પ્રવેશ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x