વિધાનસભા વિપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ અમરેલીમાં પ્રાણ વાયુ સેવા કેન્દ્રનો પ્રારંભ કર્યો
અમરેલી :
અમરેલીમાં જીલ્લા કોંગ્રેસ અને પરીવર્તન ટ્રસ્ટ દ્વારા પ્રાણ વાયુ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણી કોરોનાની કપરી પરિસ્થિતિમાં સેવા યજ્ઞ શરૂ કરી ફરી મેદાને આવ્યા છે કોરોનાના પહેલી લહેરમાં પણ લોકડાઉનના સમયે પણ ઉત્તમ સેવા આપી હતી અને એ સમયે લગભગ ૧૮ લાખ જેટલા લોકો સુધી ઘરે ઘરે જઈ ને જમવા નું પહોંચાડયું હતું. સેવાભાવી વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી હવે કોરોણાની બીજી લહેરમાં પણ મેદાને આવ્યા છે અને તનતોડ મહેનત કરી ને સેવા આપી રહ્યા છે નેતા વિપક્ષ પરેશ ધાનાણી દ્વારા ઓક્સીજન સિલિન્ડર આપીને આજથી સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો છે. અમરેલી જિલ્લાના જરૂરિયાત મંદ લોકોને વિનામૂલ્યે આ ઓક્સિજન આપવામાં આવશે ઓક્સિજન સિલિન્ડર સાથે એક સંકલ્પ પત્ર પણ આપવામાં આવશે અને ઓક્સિજન સિલિન્ડરના લાભાર્થીઓને વૃક્ષના રોપ અને ઉછેરે તેવી અપીલ કરવામાં આવી છે.
આ ઓક્સિજન સિલિન્ડર માટે જરૂરિયાત મંદ લોકો કોંગ્રેસના નીચે આપવામાં આવેલા આગેવાનોનો સંપર્ક કરી શકશે
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય – અમરેલી (જુના માર્કેટિંગ યાર્ડ)
શરદ ધાનાણી, મનસુખ ભંડેરી, જનકભાઈ પંડ્યા, સંદીપ પંડ્યા અને જગદીશ મેવાડા
તો વડિયા અને કુંકાવાવ માટે
ધર્મેન્દ્રભાઈ પાનસૂરિયા (વડિયા)
રવજીભાઈ પાનસૂરિયા (કુંકાવાવ)