વ્હોટ્સએપ પર સ્ટેટસની જેમ WhatsApp Message 24 કલાક પછી આપમેળે ગાયબ થઇ જશે
જલ્દીથી વ્હોટ્સએપ પર સ્ટેટસની જેમ WhatsApp Message 24 કલાક પછી આપમેળે ગાયબ થઇ જશે. ખરેખર, ગયા વર્ષે કંપનીએ ટેલિગ્રામની જેમ ડિસપીરિંગ મેસેજ ફીચર લોન્ચ (whatsapp disappearing messages) કર્યું હતું. હાલ તો આ ફીચર માટે 7 દિવસની સમય મર્યાદા છે. એટલે કે, આ ફીચરને ઇનેબલ કરવા માટે મોકલવામાં આવેલા મેસેજ 7 દિવસ બાદ ગાયબ થઇ જાય છે. હાલ તો કંપની આ ફીચરમાં બદલાવ કરવા જઈ રહી છે.
તાજેતરના અહેવાલ મુજબ, વોટ્સઅપન નવા વર્ઝનમાં 24 કલાકનો વિકલ્પ પણ ઉમેરવા જઈ રહ્યો છે. WABetaInfo ના અનુસાર, વોટ્સઅપના iOS વર્ઝનમાં નવી સુવિધાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ સુવિધા દ્વારા મોકલાયેલા વ્હોટ્સએપ સંદેશા 24 કલાક પછી ગાયબ થઈ જશે. જો કે, તે મોકલનારના હાથમાં રહેશે કે શું તે આ ફીચરને ઇનેબલ કરવા માંગે છે કે નહીં.
ખાસ વાત એ છે કે, આ સુવિધા 24 કલાક સાથે 7 દિવસની સુવિધા પણ પહેલાની જેમ આપવામાં આવશે. જણાવી દઈએ કે, વોટસઅપના ડિસાઇપ્રિન્ગ મેસેજ ફીચરની 7 દિવસની લિમિટ છે. હાલ રીસીવર મેસેજની સાથે કોપી પણ કરે છે. આ સાથે જ સ્ક્રીન શોટ પણ લઇ શકાય છે. કંપનીએ આ ફીચર પર્સનલ ચેટ અને ગ્રુપ બંને માટે લોન્ચ કરવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, નવી ફીચર ભવિષ્યમાં અપડેટ્સ સાથે રજૂ કરવામાં આવી શકે છે, જે iOS અને Android સહિતના તમામ પ્લેટફોર્મ માટે રજૂ કરવામાં આવશે. કંપની એક મહિનાથી વધુ સમયથી આ સુવિધા પર કામ કરી રહી છે. 24-કલાકની સુવિધા ગ્રુપ ચેટ માટે કાર્ય કરશે કે નહીં તે અત્યારે કહી શકાતું નથી.