રાષ્ટ્રીય

છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.19 લાખ નવા કેસ નોંધાયા. 2.48 લાખ દર્દીઓ સાજા પણ થયા

છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.19 લાખ નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 7 દિવસમાં પ્રથમ વખત નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો. આ દરમિયાન રેકોર્ડ ૨. 2.48 લાખ દર્દીઓ સાજા પણ થયા હતા. મહામારીની શરૂઆતથી અત્યારસુધીમાં એક દિવસમાં સાજા થનારા લોકોનો આ સૌથી મોટો આંક છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2,762 લોકોએ જીવ ગુમાવ્યો.

એક્ટિવ કેસ એટલે કે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં થતા વધારા પર થોડો અંકુશ આવ્યો હોય એવું જણાઈ રહ્યું છે. ગઇકાલે એક્ટિવ કેસમાં ફક્ત 67,660નો વધારો જોવાયો હતો. આ છેલ્લા 14 દિવસમાં સૌથી ઓછા છે. આ પહેલાં 12 એપ્રિલના રોજ સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં 63,065નો વધારો થયો છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 3.19 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 2,762

છેલ્લા 24 કલાકમાં કુલ રિકવર થયા: 2.48 લાખ

અત્યારસુધીમાં કુલ કેસ: 1.76 કરોડ

અત્યારસુધી સાજા થયા: 1.45 કરોડ

અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 1.97 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 28.75 લાખ

એક્ટિવ દર્દીઓ હવે 28 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા એટલે કે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, તેમની સંખ્યા 28 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં હાલમાં 28 લાખ 75 હજાર 41 દર્દી સારવાર લઈ રહ્યા છે.

કોરોનાં અપડેટ્સ

  • પંજાબમાં પણ સાંજે 6 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી દરરોજ નાઈટ કર્ફ્યૂ અને વીકેન્ડ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કર્ણાટકમાં મંગળવારથી 14 દિવસ લોકડાઉન રહેશે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે આ અંગે જાહેરાત કરી હતી.
  • પુડુચેરીના ઉપ-રાજ્યપાલે 30 એપ્રિલ સુધીમાં રાજ્યની તમામ દારૂની દુકાનો બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે.
  • દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફત વેક્સિન આપવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમને દિલ્હીમાં એક કરોડ 34 લાખ વેક્સિનની ખરીદી માટે મંજૂરી આપી છે. વેક્સિનના એક ઉત્પાદકે જણાવ્યું હતું કે તેઓ રાજ્ય સરકારોને 400 અને બીજાને તેઓ 600 રૂપિયામાં વેક્સિન આપશે અને કેન્દ્ર સરકારને 150-150 રૂપિયામાં આપશે. એની એક જ કિંમત હોવી જોઇએ.

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
અહીં સોમવારે 48,700 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 71,736 લોકો સાજા થયા અને 524 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 43 લાખ 43 હજાર લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 36.01લાખ લોકો સાજા થયા છે, જ્યારે 65 હજાર 284 લોકોનાં મોત નીપજ્યાં છે. 6 લાખ 74 હજાર 770 દર્દીની હાલ સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ
સોમવારે અહીં 33,551 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 26,719 લોકો સાજા થયા અને 249 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 11 લાખ 20 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાં 8 લાખ 04 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 11,414 દર્દીનાં મોત થયાં હતાં, 3 લાખ 04 હજારની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે 20,201 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 22,055 લોકો સ્વસ્થ થયા અને 380 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 10 લાખ 47 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાં 9 લાખ 40 હજાર સાજા થયા છે, જ્યારે 14,628 દર્દી મૃત્યુ પામ્યા છે, 92,358ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ
અહીં સોમવારે 15,084 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 17,341 લોકો સ્વસ્થ થયા અને 226 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 6 લાખ 67 હજાર લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 5 લાખ 38હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 7,536 દર્દી મૃત્યુ પામ્યા છે, 1 લાખ 21 હજારની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત
રાજ્યમાં સોમવારે 14,340 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 7,727 લોકો સ્વસ્થ થયા અને 158 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 5 લાખ 10 હજાર લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3 લાખ 82 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 6,486 દર્દી મૃત્યુ પામ્યા છે, અહીં 1,21,461 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ
સોમવારે રાજ્યમાં 12,686 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 11,612 લોકો સ્વસ્થ થયા અને 88 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 5 લાખ 11 હજાર 990 લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 4 લાખ 14 હજાર 235 લોકો સાજા થયા છે, જ્યારે 5,221 લોકોનાં મોત થયાં છે, અહીં 92,534 દર્દી સારવાર લઈ રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x