આરોગ્ય

કોરોના સંકટને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ.

કોરોનાના વધતા સંકટથી લડવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે નેશનલ પ્લાન માંગ્યો હતો, તેના પર મંગળવારે સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ઑક્સિજન, મેડિકલ ફેસિલિટી અને વેક્સિનેશન પર માહિતી માંગી છે.

સરકારે પોતાનો પ્લાન દાખલ કર્યો, સુનાવણી દરમિયાન કોર્ટે સવાલ કર્યો કે વેક્સિનના અલગ-અલગ ભાવો પર કેન્દ્ર શું કરી રહ્યું છે, જો હાલની સ્થિતિ નેશનલ ઇમરજન્સી નથી તો શું છે. સુનાવણી દરમિયાન ઑક્સિજન અને વેક્સિનની સપ્લાઈ પર પણ ચર્ચા થઈ.

કોરોના સંકટને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કેન્દ્ર સરકાર તરફથી સર્વોચ્ચ કોર્ટમાં પોતાનો જવાબ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને ઑક્સિન સપ્લાઈ પર લેટર મોકલવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સુનાવણીનો મતલબ હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને રોકવાનો નથી, હાઈકોર્ટ સ્થાનિક પરિસ્થિતિને યોગ્ય સમજી શકે છે. રાષ્ટ્રીય મુદ્દાઓ પર અમારે દખલ દેવી જરૂરી નથી. અમે રાજ્યો વચ્ચે સમન્વય બેસાડવા કામ કરીશું.

કોર્ટમાં સૉલિસિટર જનરલે કહ્યું કે, પહેલી લહેર 2019-20માં આવી, પરંતુ બીજી લહેરનો કોઈએ અંદાજ લગાવ્યો નહોતો. આને લઇને પણ કોઈ મહત્વના નિર્ણય લીધા છે. કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય લેવલ પર પરિસ્થિતિને મૉનિટર કરી રહી છે, ખુદ પીએમ પણ મીટિંગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, હજુ તેમણે કેન્દ્ર દ્વારા દાખલ પ્લાન નથી જોયો. આશા છે કે રાજ્યોથી પણ તેનો ફાયદો થશે. અમે આને જોઇશું.

વેક્સિનના ભાવ પર કોર્ટનો સવાલ

સુનાવણી દરમિયાન જસ્ટિસ એસઆર ભટ્ટે કહ્યું કે, સેના, રેલવેના ડૉક્ટર્સ કેન્દ્ર અંતર્ગત આવે છે. તેવામાં શું તેમને ક્વોરન્ટાઇન, વેક્સિનેશન અને અન્ય ઉપયોગ માટે લઇ શકાય છે. તેના પર શું છે નેશનલ પ્લાન? આ સમયે વેક્સિનેશન ખુબ જ જરૂરી છે, વેક્સિનના ભાવ પર કેન્દ્ર શું કરી રહ્યું છે. આ નેશનલ ઇમરજન્સી નથી તો પછી શું છે? જોકે, કોર્ટમાં સુનાવણી દરમિયાન રાજસ્થાન, બંગાળ તરફથી વેક્સિનના અલગ-અલગ ભાવ પર ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વેદાંતાના તૂતિકોરિન પ્લાન્ટને ફરીથી શરૂ કરવાની મંજૂરી

મંગળવારે તામિલનાડુના તૂતિકોરિનમાં વેદાંતાના પ્લાન્ટવાળા મામલે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે વેદાંતાના પ્લાન્ટને ઑક્સિજન બનાવવાની મંજૂરી આપી દીધી છે. તામિલનાડુ સરકારે માહિતી આપી છે કે તેમણે વેદાંતાને ચાર મહિના સુધી પ્લાન્ટ ચલાવવાની મંજૂરી આપી છે, આ દરમિયાન માત્ર ઑક્સિજનનું પ્રોડક્શન થશે.

આ રાષ્ટ્રીય સંકટનો સમય છે, મૂકદર્શન ના બની શકીએઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે વેદાંતાને પૂછ્યું કે તેઓ કેટલું જલ્દી પ્રોડક્શન શરૂ કરી શકે છે, આના પર વેદાંતાએ 10 દિવસનો સમય માંગ્યો છે. તૂતિકોરિનમાં ગત વર્ષે થયેલ દુર્ઘટના બાદ આને બંધ કરી દેવાયો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, આ રાષ્ટ્રીય સંકટનો સમય છે, મૂકદર્શન ના બની શકીએ. તેવામાં તમામને સાથ આપવો જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં મંગળવારે કહ્યું કે, કૉપર પ્લાન્ટમાં કોઈને આવવાની મંજૂરી નહીં હોય. ઑક્સિજન પ્લાન્ટ કેવી રીતે કામ કરશે, આ નિર્ણય કમિટી લેશે. કોર્ટની કમિટીમાં મંત્રાલયના કોઈ વ્યક્તિને પણ રહેવું પડશે. પ્લાન્ટમાં માત્ર ઑક્સિજનનું જ પ્રૉડક્શન હશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x