આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

દેશમાં 18થી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન આજથી શરૂ

દેશમાં 18 અને એનાથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન 1 મેથી શરૂ થવાનું છે. એના માટેનું રજિસ્ટ્રેશન આજથી એટલે કે 18 એપ્રિલથી શરૂ થવાનું છે. સરકારે રજિસ્ટ્રેશનની તારીખની તો જાહેરાત કરી દીધી હતી, પરંતુ કયા સમયથી રજિસ્ટ્રેશન શરૂ થશે એ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ સંજોગોમાં લોકોએ મોડી રાતથી જ કોવિન પોર્ટલ, આરોગ્ય સેતુ અથવા ઉમંગ એપ પર રજિસ્ટ્રેશનના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. પ્રોસેસ શરૂ ના થતાં લોકોએ સોશિયલ મીડિયા પર ફરિયાદો કરવાનું પણ શરૂ કર્યું હતું. ત્યાર પછી આરોગ્ય સેતુ એપ દ્વારા સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી હતી.

સરકારની સ્પષ્ટતા પ્રમાણે 18+ ઉંમરના જે લોકો વેક્સિન લગાવવા માગે છે તેમના માટે બુધવારે સાંજે 4 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. આવા લોકોને અપોઈન્ટમેન્ટ પણ પ્રાઈવેટ અથવા રાજ્ય સરકારનાં જે સેન્ટર્સમાં જગ્યા હશે એ આધારે મળશે, એટલે કે રાજ્યમાં એક મેના રોજ વેક્સિનેશન માટે તૈયાર સેન્ટર્સના આધારે જ લોકોને અપોઈન્ટમેન્ટ આપવામાં આવશે.

સમયની મોડી જાહેરાત કરાતાં લોકો નારાજ
આરોગ્ય સેતુના ટ્વિટર હેન્ડલ પર સાંજે 4 વાગ્યાએ રજિસ્ટ્રેશન શરૂ થતું હોવાની જાહેરાત કરવામાં આવી છે, તેથી એ માટે ઘણા સમય પહેલાંથી જ પ્રયત્ન કરતા લોકોએ સોશિયલ મીડિયા પર ઘણી નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે સરકારે સમયની જાહેરાત પહેલેથી જ કરવાની જરૂર હતી. લોકો 28 એપ્રિલ રાતે 12 વાગ્યાથી જ રજિસ્ટ્રેશનનો પ્રયત્ન કરતા હતા.

18+ને રસી આપવા માટે રાજકારણ કેમ થઈ રહ્યું છે?

  • ગત સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશની 18+ વસતિને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ ઘણો જટિલ છે. પોલિસી અંતર્ગત કસૌલીની સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીની મંજૂરી લીધા બાદ 50% ડોઝ કેન્દ્રની પાસે જશે અને બાકીના ડોઝનું વિતરણ રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં કરવામાં આવશે.
  • કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને કોવેક્સિન માટે ભારત બાયોટેક પાસેથી ડોઝદીઠ 150 રૂપિયા કિંમત ચૂકવવાની ડીલ કરી છે તેમજ રાજ્યો માટે કોવિશીલ્ડનો એક ડોઝ 400 રૂપિયા અને કોવેક્સિનનો એક ડોઝ 600 રૂપિયાનો પડશે. કંપનીઓએ આ કિંમત નક્કી કરી છે.
  • હવે એને લઈને ઘણા સવાલ છે, જેના જવાબ અત્યારે કોઈની પાસે નથી, જેમ કે… કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે કિંમત અલગ અલગ કેમ? કેન્દ્ર જાતે કેમ ખરીદીને રાજ્યોને વેક્સિન ડોઝ નથી આપી રહ્યું? રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલોને મળનાર વેક્સિન ડોઝનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે?
  • એને લઈને રાજકારણ પણ ગરમાયું છે. રાજસ્થાન, ઝારખંડ, પંજાબ અને છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રીઓએ સંયુક્ત પ્રેસ-કોન્ફરન્સ યોજી અને કહ્યું છે કે કેન્દ્ર તેમની સાથે સોતેલો વ્યવહાર કરી રહ્યું છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી જ્યારે તેમને ડોઝ માગ્યા ત્યારે જવાબ મળ્યો કે 15 મે પહેલાં એ શક્ય નથી. હવે આ રાજ્યો કહી રહ્યાં છે કે બજેટમાં નથી તેમ છતાં ગમે તેમ કરીને પૈસા તો ભેગા કરી લઈશું, પરંતુ વેક્સિન ડોઝ મળશે જ નહીં તો 18+ને રસી કેવી રીતે આપીશું?

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x