આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારતમાં ભયંકર પરિસ્થિતિ : અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત છોડવા આપી સલાહ

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમેરિકાએ તેના નાગરિકોને વહેલી તકે ભારત છોડી દેવાની સલાહ આપી છે, સાથે જ પોતાના નાગરિકોએ ભારત પ્રવાસ ન કરવા પણ જણાવ્યું છે. અમરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. એમાં જણાવાયું છે કે ભારતમાં કોરોનાના વધતા જતા કેસોને લીધે તબીબી સંભાળનાં સંસાધનો મર્યાદિત થઈ ગયાં છે.

નવી દિલ્હીસ્થિત યુએસ દૂતાવાસે કહ્યું, ‘ભારતમાં કોરોનાના નવા કેસો અને મૃત્યુની સંખ્યા રેકોર્ડ સ્તરે વધી ગયાં છે. ઘણી જગ્યાએ કોરોના ટેસ્ટિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાઈ ગયું છે. હોસ્પિટલોમાં કોરોના અને નોન-કોરોનાના દર્દીઓ માટે તબીબી સાધનો, ઓક્સિજન અને બેડની અછત સર્જાઈ છે. કેટલાંક શહેરોમાં જગ્યાના અભાવે અમેરિકી નાગરિકોને હોસ્પિટલોમાં દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલો છે.’

યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાના સર્જન જનરલ ડો.વિવેક મૂર્તિએ કહ્યું છે કે કોરોનાથી ભારતમાં ભયંકર પરિસ્થિતિ સર્જાવાના સમાચાર મળી રહ્યા છે, એ આઘાતજનક છે. મૂર્તિએ કહ્યું હતું કે ભારતમાં તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે દરરોજ વાત કરી રહ્યા છે. આ સમયે ભારતમાં મુશ્કેલ પરિસ્થિતિ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x