આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોના કેસ વધતાં હાઇકોર્ટે આજે રાજ્ય સરકારને ફરી ઝાટકી, કહ્યું સંપૂર્ણ સિસ્ટમ નિષ્ફળ

ગાંધીનગર :

ગુજરાતમાં વધતાં કોરોના વાયરસના કેસ વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં આજે પણ સુઓમોટો કેસ હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગઇકાલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સોગંધનામું દાખલ કરવામાં આવ્યું હતું ને રાજ્યમાં કોરોના વાયરસને રોકવા માટે શું શું કામ કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે માહિતી આપવામાં આવી હતી ત્યારે આજે હાઇકોર્ટમાં અમદાવાદની ઍમ્બ્યુલન્સનો મુદ્દો પણ ઉછળ્યો હતો.

અમદાવાદમાં થોડા દિવસ પહેલા સુધી માત્ર 108માં આવતા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા જોકે કેટલાય દિવસ સુધી ભારે વિરોધ બાદ તંત્ર દ્વારા આ નિર્ણય હટાવી દેવામાં આવ્યો હતો ત્યારે આજે રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં ગુજરાત સરકારે કહ્યું કે 108નો નિર્ણય તો કૉર્પોરેશનનો હતો અમારો નહીં. કોરોના સમયે નિષ્ફળ રહેલી રાજ્ય સરકારને હાઈકોર્ટે આજે સવાલ કરતાં કહ્યું કે શું રાજ્ય સરકારનો કોર્પોરેશન પર કોઈ અંકુશ નથી? શું સરકાર કોર્પોરેશનની કામગીરી પર નજર નથી રખાતી? અને કોર્પોરેશન રાજ્ય સરકારની પોલિસીનું પાલન કેમ નથી કરતી? દર્દીઓને એમ્બ્યુલન્સ માટે 48 કલાક રાહ જોવી પડી રહી છે. આ સંપૂર્ણ સિસ્ટમની નિષ્ફળતા છે કે જિલ્લામાં રેમડેસિવિર ઈન્જેક્શન નથી મળતા.

રાજ્ય સરકાર પોતાના ખર્ચે ઓક્સિજન પ્લાન ન સ્થાપી શકે?-HC

આ સિવાય રેમડેસિવિર ઈંજેક્શન તથા ઑક્સીજન મુદ્દે પણ હાઇકોર્ટે રાજ્ય સરકારથી વિવિધ સવાલો કર્યા હતા. હાઇકોર્ટે પૂછ્યું કે માગ પ્રમાણે રેમડેસિવિર ઈન્જેક્શન કેમ નથી અપાતા? ઓક્સિજન પ્લાન્ટ કેન્દ્ર સરકારના ફંડમાંથી બની રહ્યા છે પણ રાજ્ય સરકાર પોતાના ખર્ચે ઓક્સિજન પ્લાન ન સ્થાપી શકે? જેના પર AG કમલ ત્રિવેદીએ જવાબ આપ્યો કે ઓક્સિજન પ્લાન્ટ માટે રો-મટીરિયલ ભારતમાં ઉપલબ્ધ નથી અને રો મટીરિયલ વિદેશથી આયાત કરવું પડે છે જેમાં આયાત માટે 2થી 3 મહિનાનો સમય લાગે છે. રાજ્ય સરકારનું 32 ઓક્સિજન પ્લાન્ટ બનાવવું પ્લાનિંગ છે.

હાઇકોર્ટે AMCને પણ ખખડાવી, AMC શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?-HC

નોંધનીય છે કે અમદાવાદમાં દર્દીઓને સારવાર માટે બેડ નથી મળી રહ્યા ત્યારે આજે સુનાવણીમાં હાઇકોર્ટે રિયલ ટાઈમ બેડ અવેબિલીટી મામલે AMCના વકીલને ખખડાવ્યા હતા. હાઇકોર્ટે કહ્યું કે હોસ્પિટલ આગળ બોર્ડ લગાવવાથી કંઈ નહીં થાય, દર્દીઓને એક હોસ્પિટલતી બીજી હોસ્પિટલ ભટકતા ન છોડી શકાય. જો અન્ય કોર્પોરેશન કરી શકે તો AMC કેમ ન કરી શકે? AMC શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x