અભિનેત્રી અભિલાષા પાટીલનું 47 વર્ષની ઉંમરે નિધન
કોરોના વાયરસનો કહેર યથાવત છે. સામાન્ય લોકોની સાથે સ્ટાર્સ પણ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ઘણા બોલીવુડ અને ટીવી સ્ટાર્સ કોરોનાને કારણે તેમના જીવ ગુમાવી ચૂક્યા છે. હવે અભિનેત્રી અભિલાષા પાટિલનું પણ કોરોના કારણે અવસાન થયું છે. અભિલાષા શૂટિંગના સંદર્ભમાં વારાણસીમાં હતી અને જ્યારે તે કોરોનાનાં લક્ષણો લાગતી વખતે તે મુંબઈ પરત ફરી ત્યારે અભિનેત્રીએ તેનો ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો.
અભિલાષા કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેને મુંબઈની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા હતા જે બાદ તેની તબિયત લથડતી હતી અને થોડાક દિવસ બાદ તેમનું નિધન થઇ ગયું. તેમના અવસાનથી દક્ષિણ અને હિન્દી સિનેમામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
તમને જણાવી દઇએ કે અભિલાષા ‘તે અઠ દિવસ’, ‘બાયકો દિતા કા બાયકો’, ‘પરવાસ’ અને ‘તુઝા માળા અરેંજ મેરેજ’ જેવી ઘણી મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય અભિલાષાએ ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘ગુડ ન્યૂઝ’, ‘મલાલ’ અને ‘છીછોરે’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.