ગુજરાત

દર સો ટેસ્ટ દીઠ પોઝિટિવ આવતાં કેસનું પ્રમાણ છેલ્લાં દસ દિવસમાં ઘટ્યું છે

ગુજરાતમાં દૈનિક થતાં કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટી છે, અલબત્ત તેનું કારણ એ પણ છે કે ગુજરાતમાં કોરોનાના કેસ ઓછાં થઇ રહ્યાં છે. દર સો ટેસ્ટ દીઠ પોઝિટિવ આવતાં કેસનું પ્રમાણ છેલ્લાં દસ દિવસમાં ઘટ્યું છે, તેથી કહી શકાય કે ટેસ્ટની સંખ્યા ઘટી છે પણ સામે કેસ પણ ઘટ્યાં છે. દર સો ટેસ્ટે પોઝિટિવ આવતાં કેસની સંખ્યા ત્રીજી મેના રોજ દસની હતી જે આજે સાડા સાતથી આઠ પર પહોંચી છે.જે તે વિસ્તારમાં સંક્રમણ વધ્યું કે ઘટ્યું તે આ પ્રમાણ પરથી જાણી શકાય અને તેને ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો કહેવાય છે. ચોવીસ એપ્રિલે આ પ્રમાણ 7.6 ટકા હતું જે હવે 7.5 ટકા આસપાસ આવ્યું છે. 29 એપ્રિલે પીકની શરુઆત થઇ હતી જે 9.1 ટકાથી શરુ થઇ 9.7 ટકા આસપાસ પોઝિટીવીટી રેશિયો દર્શાવતી હતી અને હવે તેમાં ક્રમશઃ ઘટાડો આવી રહ્યો છે.

મે મહિનાના અંત સુધીમાં કેસમાં ઘણો ઘટાડો આવી શકે
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોનાની વર્તમાન લહેરની પીક 29 એપ્રિલથી ત્રીજી મેના સમયગાળા સુધી રહી અને હવે તે પૂર્ણ થઇ ગઇ છે. સામાન્ય લોકોમાં એવી સમજ છે કે સરકાર ટેસ્ટ ઓછાં કરી રહી છે, જેથી કેસ ઓછા દેખાઇ રહ્યાં છે, પરંતુ સંક્રમણ ઓછું થતું હોય તો પણ ટેસ્ટની સંખ્યા ઘટવાની જ હતી. રસીકરણ અંગે આવેલી જાગૃતિને કારણે પણ સંક્રમણ ઘણું કાબૂમાં આવી રહ્યું છે. મે મહિનાના અંત સુધીમાં આ ટ્રેન્ડ જળવાશે અને દૈનિક નોંધાતાં કેસોમાં ઘણો ઘટાડો આવશે.

ત્રીજી મેના રોજ દર સો ટેસ્ટે દસ કેસ પોઝિટિવ આવતાં હતાં, ગુજરાતમાં કેસ ઘટી રહ્યાં છે તેની સાબિતી

તારીખ નવા કેસની સંખ્યા ટેસ્ટ પોઝિટીવીટી રેશિયો(%માં)
30 એપ્રિલ 14,605(વિક્રમી વધુ) 1.61 લાખ 9.1
1 મે 13,847 1.51 લાખ 9.2
2 મે 12,978 1.38 લાખ 9.4
3 મે 12,820 1.32 લાખ 9.7
4 મે 13,050 1.41 લાખ 9.3
5 મે 12,955 1.45 લાખ 8.9
6 મે 12,545 1.39 લાખ 9.1
7 મે 12,064 1.39 લાખ 8.7
8 મે 11,892 1.35 લાખ 8.8
9 મે 11,084 1.27 લાખ 8.7
10 મે 11,592 1.36 લાખ 8.5
11 મે 10,990 1.44 લાખ 8.7
12 મે 11,017 1.44 લાખ 7.7
13 મે 10,742 1.43 લાખ 7.5

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x