ગાંધીનગર

ગાંધીનગર : સિવિલમાં દાખલ મ્યુકરમાઇકોસિસના દર્દીઓ કરતા ખાનગી હોસ્પિટલમાં VVIP દર્દીઓને વધુ ઈંજેકશન અપાયાનો આક્ષેપ

ગાંધીનગર ખાનગી હોસ્પિટલમાં દાખલ મ્યુકરમાઇકોસિસના દર્દીઓને ઇન્જેક્શન ગાંધીનગર સિવિલમાંથી મોકલાઈ રહ્યા છે. જ્યારે સિવિલમાં દાખલ દર્દીઓના સગાઓને બજારમાંથી ઇન્જેક્શન ખરીદવા પડતા હોવાનો આક્ષેપ દર્દીઓએ કર્યો છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મ્યુકરમાઇકોસિસ વોર્ડમાં દાખલ દર્દીઓને એમ્ફોપેરીસીન ઇન્જેક્શન આપવા માટે મર્યાદિત સ્ટોક જીએમસીમાંથી અપાય છે. પરંતુ વોર્ડમાં દાખલ દર્દીઓને ઇન્જેક્શન અપાય તેનાથી વધુ ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલમાં દાખલ વીવીઆઇપી દર્દીઓને અપાય છે. શહેરની સિવિલ હોસ્પિટલના કર્મચારીઓમાં ચાલતી ચર્ચા મુજબ છેલ્લા એક સપ્તાહમાં સવાસોથી વધુ ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલમાં દાખલ વીવીઆઇપી દર્દીઓ માટે ઇન્જેક્શન સિવિલમાંથી મોકલવામાં આવે છે.

જ્યારે મ્યુકરમાઇકોસિસ વોર્ડમાં દાખલ દર્દીઓને નિયમિત ઇન્જેક્શન મળતા નહી હોવાથી બજારમાં ખરીદવાની ફરજ પડતી હોવાનો આક્ષેપ સગાઓએ કર્યો છે. આથી મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનના મામલે ઘરના છોકરા ઘંટી ચાટે અને પડોશીને આટો જેવો ઘાટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઘડાયો હોય તેમ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓમાં ચાલતી ચર્ચા પરથી લાગી રહ્યું છે.ત્યારે આ બાબતે સાચુ શું છે તે તપાસ થાય તો જ બહાર આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x