આરોગ્યરાષ્ટ્રીય

બ્લેક ફંગસને પણ એપેડેમિક ડિઝીઝ એક્ટ હેઠળ મહામારી જાહેર કરો : કેન્દ્ર સરકારે આપી રાજ્યોને સૂચના

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કહ્યું કે તે મ્યૂકર માઇકોસિસ (બ્લેક ફંગસ)ને મહામારી રોગ અધિનિયમ 1897 અંતર્ગત એક અધિસૂચ્ય બીમારી બનાવે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને કહ્યું કે તે બ્લેક ફંગસના તમામ કેસને રિપોર્ટ કરે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે તમામ સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ અને મેડિકલ કોલેજ MoHFW અને ICMR દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરશે. કેન્દ્રના આ આદેશ બાદથી હવે તમામ રાજ્ય બ્લેક ફંગસના કેસની જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયને આપશે.

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે બ્લેક ફંગસનો પડકાર સતત વધી રહ્યો છે. દેશના અલગ-અલગ હિસ્સામાં તેના અનેક કેસ સામે આવ્યાં છે, જ્યારે અનેક મોત પણ થઇ ચુકી છે. એકલા મહારાષ્ટ્રમાં જ બ્લેક ફંગસના કારણે 90 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. દિલ્હી, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં દરરોજ નવા કેસ સામે આવી રહ્યાં છે. સતત વધી રહેલા સંકટ વચ્ચે એમસ દ્વારા હવે કેટલીક ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. જે બ્લેક ફંગસ છે કે નહીં તે જાણવા અને તેની સારવાર દરમિયાન મદદરૂપ સાબિત થઇ શકે છે.

કયા દર્દીઓમાં વધુ રિસ્ક

જે દર્દીઓને ડાયાબિટીસની બિમારી છે. ડાયાબિટીસ થવા બાદ સ્ટેરોયડ અથવા tocilizumab દવાનું સેવન કરતા હોય, તેમના પર તેનું જોખમ છે.

કેન્સરની સારવાર કરાવી રહેલા દર્દી અથવા કોઇ જૂની બિમારીથી પીડિત દર્દીઓમાં વધુ રિસ્ક

જે દર્દી સ્ટેરોયડ અને tocilizumabને વધુ માત્રામાં લઇ રહ્યાં છે.

કોરોનાથી પીડિત ગંભીર દર્દી જે માસ્ક અથવા વેંટિલેટર દ્વારા ઓક્સિજન સપોર્ટ પર છે.

એમ્સ તરફથી ડોક્ટરોને સલાહ આપવામાં આવી છે કે જે દર્દી બ્લેક ફંગસનો શિકાર બનવાના રિસ્ક પર છે, તેમને સતત સૂચિત કરો, ચેકઅપ કરાવો.

બ્લેક ફંગસ છે કે નહીં કેવી રીતે ખબર પડશે

કોરોના દર્દીઓની સારસંભાળ રાખનારા લોકો અથવા ડોક્ટરો માટે આ લક્ષણ બ્લેક ફંગસ છે કે નહીં તે જાણવું સરળ બનાવશે…

નાકમાંથી લોહી વહેવુ, પોપડી જામવી અથવા કંઇક કાળુ નીકળવુ.

નાક બંધ હોવુ, માથુ અને આંખમાં દુખાવો, આંખની આસપાસ સોજો, ઝાંખપ આવવી, આંખો લાલ થઇ જવી, ઓછુ દેખાવુ, આંખોને ખોલવા-બંધ કરવામાં સમસ્યા થવી.

ચહેરો સુન્ન થઇ જવો અથવા ઝણઝણાટ અનુભવવી.

મોઢુ ખોલવામાં અથવા કંઇક ચાવવામાં સમસ્યા થવી.

આવા લક્ષણો તમારામાં છે કે નહીં તેના માટે દરરોજ પોતાનીજાતને ચેક કરો, સારી રોશનીમાં ચેક કરો જેથી ચહેરા પર કોઇ અસર હોય તો જોઇ શકાય.

દાંત પડી જવા, મોઢાની અંદર અથવા આસપાસ સોજો આવવો.

બ્લેક ફંગસના લક્ષણો જણાતા શું કરવુ જોઈએ

જો કોઈ દર્દીને બ્લેક ફંગસના લક્ષણો દેખાઈ આવે છે, તો તેની દેખરેખ કરી રીતે રાખવી તેના વિશે એઈમ્સે જાણકારી આપી છે.

કોઈ ENT ડોક્ટર્સનો તાત્કાલિક સંપર્ક કરવો, આંખના એક્સપર્ટનો સંપર્ક કરવો અથવા કોઈ એવા ડોક્ટર્સનો સંપર્ક કરવો, જેનાથી દર્દીની સારવાર થઈ શકે.

ટ્રીટમેન્ટને દરરોજ ફોલો કરો. જો ડાયાબિટીશ છે, તો બ્લડ શુગરને મોનિટર કરતા રહો.

કોઈ અન્ય બિમારી હોય તો તેની દવા લેતા રહો અને મોનિટર કરો.

જાતે જ સ્ટેરોઈડ અથવા કોઈ અન્ય દવાનું સેવન ન કરો, ડોક્ટર્સની સારવાર પર ધ્યાન આપો.

ડોક્ટરની સલાહ પર MRI અને CT કરાવો, નાક અને આંખની તપાસ કરાવવી જરૂરી

અહીં ઉલ્લેખનીય છે કે, બ્લેક ફંગસના મામલે અત્યાર સુધીમાં યુપી, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સહિત વ્યાપક પ્રમાણમાં કેસો નોંધાઈ રહ્યા છે. દિલ્હીમાં મૈક્સ, સરગંગારામ અને મૂળચંદ હોસ્પિટલમાં કેસો આવી ગયા છે. મૂળચંદ હોસ્પિટલમાં આ બિમારીથી પીડિતથી એક દર્દીનું મોત થઈ ગયુ છે.  રાજસ્થાનમાં આ બિમારીને કોરોનાની માફક મહામારી જાહેર કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x