આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

કોરોના વાયરસ હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે : કેન્દ્ર સરકારની નવી એડવાઝરી

કોરોના સંક્રમિત વ્યક્તિના એરોસોલ 10 મીટર દૂર સુધી ફેલાઈ શકે છે. જ્યારે ડ્રોપલેટ્સ 2 મીટર સુધી જાય છે. સરકારે ગુરુવારે નવી એડવાઈઝી દ્વારા કોરોનાથી બચવાની ગાઈડલાઈન જણાવી. મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવનની ઓફિસથી બહાર પડાયેલી ગાઈડલાઈન્સમાં જણાવાયું છે કે જે લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળતા નથી, તેઓ પણ સંક્રમણ ફેલાવી શકે છે. એટલા માટે લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરે.

સરકાર તરફથી સ્ટોપ ધ ટ્રાન્સમિશન, ક્રશ ધ પેન્ડેમિક નામથી બહાર પડાયેલા ડોક્યુમેન્ટમાં ખાસ કરીને વેન્ટિલેશનના મહત્વ પર ભાર મુકાયો છે. તેમા કહેવાયું છે કે જે જગ્યાએ વેન્ટિલેશનની સારી સુવિધા છે, એક સંક્રમિતથી બીજી વ્યક્તિને સંક્રમણ લાગવાનું જોખમ સૌથી ઓછું છે. સાથે કહેવાયું છે કે બારી-દરવાજા બંધ રાખી એસી ચાલું રાખવાથી રૂમમાંજ સંક્રમિત હવા ભેગી થઈ જાય છે અને બીજા વ્યક્તિને સંક્રમણનું જોખમ વધી જાય છે.
સરકારે કહ્યું કે સંક્રમિત વ્યક્તિના નાકમાંથી ડ્રોપલેટ્સ અને એરોસોલના રૂપે જે લાળ સંક્રમણ ફેલાવાનું મુળ કારણ હોય છે. પરંતુ બહારની હવા અંદર આવી રહી છે તો સંક્રમણનું જોખમ ઘટી જાય છે.

સરકાર તરફથી બહાર પડાયેલા ડોક્યુમેન્ટમાં એમ પણ કહેવાયું છે કે સંક્રમિતના ડ્રોપલેટ્સ અલગ અલગ સપાટી(સરફેસ) પર લાંબા સમય સુધી રહી શકે છે. એટલા માટે દરવાજાના હેન્ડલ, લાઈટની સ્વિચ, ટેબલ-ખુરશી વગેરેને બ્લીચ, ફિનાઈલ જેવા ડિસઈન્ફેક્ટેન્ટ્સથી સાફ કરતા રહો.

સરકારે કહ્યું છે કે લોકોએ ડબલ લેઅર માસ્ક કે N95 માસ્ક પહેરવા જોઈએ. તેથી વધારે બચી શકાશે. જો ડબલ લેઅર માસ્ક પહેરો તો પહેલા સર્જિકલ માસ્ક પહેરવું અને પછી ઉપર ટાઈટ ફિટિંગવાળું કપડાનું માસ્ક પહેરવું જોઈએ. કોઈ પાસે સર્જિકલ માસ્ક ન હોય તો કોટનના બે માસ્ક પહેરી શકે છે.
સર્જિકલ માસ્કનો ઉપયોગ એકવાર કરવો જોઈએ. પરંતુ બે વાર પહેરો તો સર્જિકલ માસ્ક પાંચ વાર ઉપયોગમાં લઈ શકો છો. દર વખતે ઉપયોગમાં લીધા પછી 7 દિવસ માામટે સૂરજની રોશનીમાં મૂકી દેવું જોઈએ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x