આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

રશિયાની રોશનફેટ કંપની 10 કરોડના ખર્ચે રાજકોટ સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે

કોરોનાની ઘાતક બીજી લહેર પુરી થતા હવે કોરોના પોઝિટિવ કેસો અને મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કોરોનાની ઘાતક બીજી લહેરમાં ઓક્સિજનની અછત મોટી માત્રામાં સામે આવી હતી. જે દૂર કરવા માટે હવે તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રશિયાની રોશનફેટ કંપની દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 કરોડના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા જાહેરાત કરવામાં આવી છે.

ઓક્સિજન પ્લાન્ટની અંદાજીત કિંમત 10 કરોડ આસપાસ
આ અંગે રાજકોટ જિલ્લા અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, રશિયાની રોશનફેટ કંપની દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા જાહેરાત કરવામાં આવી છે. જેની અંદાજીત કિંમત 10 કરોડ આસપાસ છે અને આ પ્લાન્ટ મદદથી દર એક કલાકે 832 મેગા ક્યુબ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવશે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 થી 15 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે જેની સામે પૂરતી વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી રહી છે.

ઉપલેટા, ધોરાજી, જસદણ સહિત 14 જગ્યાએ પ્લાન્ટ સ્થપાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઉપલેટા, ધોરાજી, જસદણ સહિત 14 જગ્યા પર DRDOની મદદથી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં પણ ઓક્સિજન પૂરતી માત્રામાં મળી રહે તો દર્દીને શહેરી વિસ્તાર સુધી સારવાર માટે આવવું ન પડે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કેટલીક સેવાભાવી સંસ્થા દ્વારા ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવી રહ્યાં છે. VYO દ્વારા 3 પ્લાન્ટ આપવામાં આવ્યા છે. જે પૈકી 1 ચિલ્ડ્રન હોસ્પિટલમાં અને 2 કેન્સર હોસ્પિટલમાં આપવામાં આવ્યા છે. જ્યારે કે ઓટોમેટિક માસ્ક બનાવતી પેલીકન કંપની દ્વારા ફોરેનની હાઇટેક કંપની પેટર્નથી 3 પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે જે તંત્ર ને આપવા માટે પેલીકન કંપની દ્વારા જિલ્લા કલેકટર સાથે વાતચીત કરવામાં આવી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x