ગુજરાત

સોમવારથી સરકારી કચેરી 100% સ્ટાફની હાજરી સાથે શરૂ કરવાનાં આદેશ

 ગુજરાતમાં કોરોના( Corona) કેસ કાબુમાં આવી ગયા બાદ હવે સરકારનાં શ્વાસમાં હવે શ્વાસ આવ્યો છે. ધીરેધીરે કર્ફ્યુ થી લઈ વેપાર ધંધાનાં સમયમાં પણ ફેરફાર થવા લાગ્યો છે ત્યારે સરકારે હવે સરકારી કચેરીઓને ફરીથી 100% હાજરી સાથે ધમધમતી કરવાનો આદેશ આપી દીધો છે.

છેલ્લા ઘણા સમયથી સરકારી આદેશ પ્રમાણે 50% સ્ટાફ સાથે કર્મચારીઓને કામ કરવાનો આદેશ જારી કરાયો હતો. હવે કોરોના(Corona) કેસમાં ઘટાડો આવતા સરકારી કચેરીઓ ફરીથી ધમધમવા લાગશે. સરકારી કચેરીઓ સોમવારથી પૂર્ણ પણ ચાલુ થશે. શનિવારે પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજ્ય સરકારની બધી કચેરીઓ  શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલે કે ખુલ્લી રહેશે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.

રાજ્યમાં હવે 24 હજાર 404 એક્ટિવ કેસ જ છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા ઘટીને 429 પર પહોંચી છે. જોકે સૌથી મોટી રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 95.78 ટકા પર પહોંચ્યો છે. જ્યારે 24 જિલ્લામાં કોરોનાથી એકપણ મોત નથી નોંધાયું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x