વેપાર

સીંગતેલના ભાવમાં ભડકો, 50 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2500 નજીક

Rajkot :

સિંગતેલના (Groundnut oil) ભાવમાં ભડકો થયો છે. શુક્રવારે ખુલતી બજારે સિંગતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલનો ભાવ ( Groundnut Oil Price ) અત્યાર સુઘીની સર્વોચય સપાટી પર પહોંચ્યો છે. એક તરફ મગફળીના ભાવમાં દર વર્ષે નજીવો વધારો થાય છે. જ્યારે સિંગતેલના ભાવમાં અધધ વધારો થઇ રહ્યો છે.

વેપારીઓ આ માટે સિંગદાણાની નિકાસ અને સિંગતેલના વપરાશનું કારણ આગળ ધરી રહ્યા છે. મગફળીના ભાવ અને સિંગતેલના ભાવની વિસંગતતાને જોતા સરકારે સિંગતેલના ભાવમાં નિયંત્રણ લાવવું જરૂરી છે.

આ વર્ષે સિંગતેલના ભાવમાં ( Groundnut Oil Price ) આગ ઝરતી તેજી જોવા મળી છે.સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 50 રૂપિયાના વધારા સાથે સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2480 રૂપિયા પહોંચી ગયો છે. જો કે વેપારીઓનું માનવું છે કે ગ્લોબલ બજારમાં તેલના ભાવમાં વધારો થતા આ ભાવ વધ્યા છે અને વર્ષના અંત સુધીમાં તેમાં જોરદાર વધારા સાથે 2800 થી 3 હજાર રૂપિયા સુઘી ભાવ વધારો થઇ શકે છે.

નોંધનીય છે કે, સીંગતેલના ડબ્બામાં 150ના ઘટાડો બાદ ફરી વધારો થયો છે. આ સાથે જ કપાસિયા તેલના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2350 પર પહોંચ્યો છે.

નોંધનીય છે કે, 2016માં સીંગતેલના ડબ્બાનો 1745-1750, 2017માં 1760-1770, 2018માં 1470-1480, 2019માં 1660-1670, 2020માં 2060-2070 અને 2021માં 2400-2550 પર પહોંચ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x