પાર્લરમાં નહી હવે ઘરે જ સરળતાથી બનાવો ફેસ Clean Up
July 4, 2017
1. સરળતાથી ઘરે બનાવો ફેસ ક્લીન અપ
ફેસ Clean Up અથવા ફેસ ક્લીઝીંગ એક એવી રીત છે જે દરેક યુવતીની સુંદર ત્વચા મેળવવાની ઈચ્છા પૂરી કરે છે. ફેસ Clean Up, નેચરલ ગ્લોઇન્ગ મેળવવાની ક્વિક મેથડ છે. ક્લીનઅપ તમારી ત્વચા ધૂળ, ગંદકી અને મૃત ત્વચાને રીમૂવ કરીને તમારી ત્વચાની નેચરલ બ્યુટીને બહાર લાવવામાં મદદ કરે છે.
2. સરળતાથી ઘરે બનાવો ફેસ ક્લીન અપ
ક્લીઝીંગ
ક્લીઝીંગ કરવા માટે ફિંગર ટીપ્સ પર ક્લીન્ઝીંગ મિલ્ક લો અને તેને ફેલાવતા સંપૂર્ણ ચહેરા પર નીચેથી ઉપર લઇ જતા સર્ક્યુલર મોશનમાં હળવા હાથે મસાજ કરો. ત્યાર બાદ તેને ભીના કોટન પેડથી સાફ કરો. ક્લીન્ઝીંગ મિલ્કથી બંધ પોર્સ ખુલી જાય છે.
3. સરળતાથી ઘરે બનાવો ફેસ ક્લીન અપ
ટોનિંગ
ટોનિંગ કરવાથી ચહેરા પર જામેલી ધૂળ પણ સાફ થઇ જાય છે અને ત્વચાનું pH level પણ મેઈનટેઈન થાય છે. ગુલાબજળ બેસ્ટ નેચરલ ટોનર છે, જેને એપ્લાઇ કરવા માટે કોટન પર લઈને ડેબિંગ પ્રોસેસથી આંખો અને લીપ્સને છોડીને પૂરા કેસ પર એપ્લાઇ કરો. ૫ મિનીટ માટે તેને રહેવા દો. ત્યાર બાદ નેક્સ્ટ સ્ટેપ કરો.
4. સરળતાથી ઘરે બનાવો ફેસ ક્લીન અપ
મોઈશ્ચરાઈઝિંગ
મોઈશ્ચરાઈઝિંગથી ચેહરાની પ્રાકૃતિક ભેજ બનેલો રહે છે, જેનાથી ચેહરો સોફ્ટ અને ચમકદાર બની રહે છે. મોઈશ્ચરાઈઝર એપ્લાઇ કરવા માટે તેને હાથની આંગળીઓ પર લો. હવે ચહેરા પર તેના ડોટ્સ બનાવતા સર્ક્યુલર મોશનમાં નીચેથી ઉપર તરફ અપ્લાઈ કરો.