5 મીનિટમાં ભારતમાં એરસ્ટ્રાઈક કરી શકાય, પાકિસ્તાને JF-17 ફાઇટર જેટને તૈનાત કર્યા
તિબેટ અને પીઓકેમાં ચીન અને પાકિસ્તાનની જુગલબંદી ભારત માટે ચિંતાજનક છે કારણ કે આ બંને દેશોની સાથે ભારતની દુશ્મની જગજાહેર છે. તેવામાં હવે પાકિસ્તાન અને ચીન ભારત સામે નવો મોરચો ખોલવામાં લાગી ગયા છે. છેલ્લા કેટલાક સમયમાં ચીની સેનાના અધિકારીઓની પાકિસ્તાનની વધી ગયેલી મુલાકાતો આ વાતનો સંકેત આપી રહી છે.
પીઓકેમાં ચીનના આ પ્રકારના ત્રણ કંટ્રોલ રૂમ આવેલા છે
પૂર્વ લદ્દાખ નજીક ચીન અને પાકિસ્તાનની સેના દ્વારા કરવામાં આવેલા યુદ્ધાભ્યાસને હાલની સ્થિતિમાં સામાન્ય કહી શકાય નહીં..
કારણ કે યુદ્ધાભ્યાસ પહેલા ચીનની વાયુસેના જેને પીપલ્સ લિબ્રેશન વાયુસેના કહેવામાં આવે છે તેના વરિષ્ઠ અધિકારીઓની એક ટુકડીએ પાકિસ્તાની વાયુસેનાના અધિકારીઓને પાકિસ્તાન જઇને તાલીમ આપી હતી. આ તાલીમ ચાલુ વર્ષની શરૂઆતમાં જ આપવામાં આવી. તેની પહેલા ગત વર્ષે ઓક્ટોબરમાં પણ ચીનની વાયુસેનાએ પીઓકેમાં જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલોનો કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો હતો. પીઓકેમાં ચીનના આ પ્રકારના ત્રણ કંટ્રોલ રૂમ આવેલા છે. જે હટિયાં બાલા, ચિનારી અને ચકોટીમાં બનાવાયા છે. આ ઉપરાંત ચીની સેનાએ પહેલી વખત એર ડીફેન્સ ટેકનોલોજીથી સજ્જ પોતાના જુદા જુદા યુનિટોને પોતાની વાયુસેનાની સાથે જોડીને પૂર્વ લદ્દાખમાં એલએસી નજીક તૈનાત કર્યા છે.