ગાંધીનગરગુજરાત

હવે ફરી નવા પક્ષો ફુટવાની મોસમ શરૂં થશે. 2012 માં 24 નવા પક્ષો ફુટી નિકળ્યા હતા.

July 7, 2017

ચૂંટણીના બ્યૂગલ વાગી ગયા છે. રાષ્ટ્રીય રાજકીય નેતાઓના ગુજરાતના આંટાફેરા વધી ગયા છે. તેની સાથે જ નવા પક્ષોનો ફાલ હવે 2017ની ચૂંટણી બજારમાં આવવાની તૈયારીમાં છે. વિધાનસભાની ચૂંટણી આવે છે અને જાય છે, ત્યારે નવા નવા પક્ષો પણ સાથે આવે છે અને જાય છે. ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી રોજ નવા પક્ષો ચૂંટણી પંચમાં નોંધાય છે. નોંધાયા પછી પક્ષો પોતાની જીતનો દાવો ઠોકી દે છે. ગઈ ચૂંટણી ઐતિહાસીક હતી. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે,ગઈ ચૂંટણીંમા આટલા મોટા પ્રમાણમાં રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં આવ્યા હતા. આવીને પછી અદ્રશ્ય પણ થઈ ગયા હતા. ત્યારે પણ તેનું પ્રજાકીય અસ્તીત્વ ન હતું અને આજે પણ તે ક્યાંય શોધ્યા મળતા નથી. નવા પક્ષોમાંથી કેટલાંકે તો ગેઈમ ચેન્જરની ભૂમિકા ભજવી હતી.

હવે ફરી નવા પક્ષો ફુટવાની મોસમ શરૂં થશે
ગુજરાત વિધાનસભાની આજ સુધીની તમામ ચૂંટણીઓમાં એક જ વખત ચૂંટણી લડી હોય તેવા 76 પક્ષો છે. બીજી ચૂંટણી વખતે તેઓ શોધ્યા મળતાં નથી. જાણે અરબી સમુદ્રમાં જ ગરકાવ થઈ ગયા ન હોય. 1962થી આજસુધી આવા કુલ 76 પક્ષોએ ચૂંટણીઓમાં વિદાય લીધી છે. આગીયા જેવું તેનું આયુષ્ય અને ઝબકાર હોય છે.

કોંગ્રેસ ગોરધન ઝડફિયાની ચાલ ન સમજી શકી
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં સૌથી વધારે 2012ની ચૂંટણીમાં તદ્દન નવા 24 પક્ષોએ દેખા દીધી હતી. જે આજ સુધીની તમામ ચૂંટણીના કુલ પક્ષોના 31.58 ટકા થવા જાય છે. આમ 2012નીં વિધાનસાની ચૂંટણીમાં મોટોરાજકીય ફેરફાર આ પણ હતો. કેમ હતો, તે રાજકારણને સમજવાનો વિષય છે. તેઓ શા માટે ચૂંટણી લડવા એલિયનની માફક આવે છે અને પછી ક્યાંક અદ્રશ્ય થઈ જાય છે તેના ભેદભરમ સમજવા જેવા છે.
કેશુભાઈ પટેલ, ગોરધન ઝડફીયા, સુરેશ મહેતા અને બીજા એવા ભાજપથી અલગ થયેલાં લોકોએ ગુજરાત પરિવર્તન પક્ષની રચના કરી હતી. તેમણે 166 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાં બે ઉમેદવારો જીત્યા હતા. આજે આ પક્ષનું પ્રજામાં કોઈ અસ્તીત્વ રહ્યું નથી. જેમણે પક્ષની રચના કરી હતી તેવા કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફીયા બન્ને આજે ભાજપમાં જઈને બેઠા છે.

આ માટે ગુજરાત પરિવર્ન પક્ષ (જીપીપી)ને સમજીએ તો નવા પક્ષની સમગ્ર રાજકીય ચાલ સમજી શકાય તેમ છે. આ એટલા માટે સમજવું જરૂરી છે કે હવે ફીરથી જ એ જ કાગડા ચાલ રમવામાં આવી રહી છે. આ વખતે કદાચ NCP હશે, કે પછી પાટીદાર અનામત આંદોલનકારીઓમાંથી કોઈ આ ચાલ રમી રહ્યું છે.

કેશુભાઈએ નવો પક્ષ રચીને ભાજપને જીતાડી આપ્યો હતો
ગુજરાત પરિવર્તન પક્ષ બન્યો ત્યારે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે વ્યક્તિગત કેમ્પેઈન કેશુભાઈએચલાવ્યું હતુ. તેને હંમેશા ઢુંઢીયો રાક્ષસ કહેતાં હતા. કેશુભાઈ પટેલે એક પણ વખત ભાજપની નીતિઓને કે ભાજપની વિરૂધ્ધ ઉચ્ચારો કર્યા ન હતા. તેમણે મોદી અને માત્ર મોદી સામે જ ઉચ્ચારો કર્યા હતા. સમગ્ર ગુજરાતમાં તેમણે રથ કાઢીને મોદીની વિરૂધ્ધ પ્રચાર કર્યો હતો. ભાજપ કે નરેન્દ્ર મોદીએ ક્યારેય કેશુભાઈ સામે શબ્દો ઉચ્ચાર્યા ન હતા. સામાન્ય રીતે જ્યારે પોતાની સામે કોઈ સમાચાર છપાવાના હોય છે ત્યારે મોદી તેને મેનેજ કરી લેતાં આવ્યા છે. પણ કેશુભાઈ જે બોલતાં હતા તે છપાતું અટકાવવા મોદીએ પ્રયાસ પણ કર્યો ન હતો.

કેશુભાઈ જાહેરમા મોદીના કપડાં ધોતાં રહ્યાં હતા છતાં ભાજપના એક પણ નેતા કેશુભાઈ સામે એક શબ્દ બોલતાં ન હતા. એ ઘણું સૂચક છે. ત્યાં જ કોંગ્રેસે સમજી લેવાની જરૂર હતી. કોંગ્રેસ તો શું નાગપુરની આ ચાલ કોઈ સમજી શક્યું ન હતુ. દિલ્હી કોંગ્રેસે આ પક્ષને સમૃધ્ધ કર્યો હતો. જેનો સૌથી મોટો ફાયદો ગોરધન ઝડફિયાએ લીધો હતો. તેઓ દિલ્હી કોંગ્રેસના નેતાઓને ખાનગીમાં ઘણી વખત મળવા જતાં હતા. અહેમદ પટેલ આ અંગે વધારે સારી રીતે કહી શકે છે.

કેશુભાઈની લડતનું પરિણામ શું આવ્યું ? લોકોની સહાનુભૂતિ મોદી તરફે સરકવા લાગી હતી. પાટીદારો સિવાયના મતદારો મોદીને બિચારા માનીને તેમની તરફે અને પાટીદારોની વિરૂધ્ધે જવા લાગ્યા હતા. આ સરવે એક હિન્દી ટીવી ચેનલે કર્યો ત્યારે એવી વિગતો બહાર આવી હતી કે, કેશુભાઈનો નવો પક્ષ જે કંઈ કરી રહ્યો છે તેનો સીધો ફાયદો ભાજપને થઈ રહ્યો છે. કેશુભાઈએ પાટીદારોને થતાં અન્યાયનો મુદ્દો ઉછાળ્યો હતો. મતોનું ધ્રુવિકરણ થવા લાગ્યું હતુ. ઓબીસી મતો ભાજપ તરફે જવા લાગ્યા હતા. કોઈને પણ આ માસ્ટર પ્લાનનો અંદાજ પણ ન રહ્યો. કોંગ્રેસનાં નેતાઓ પણ કેશુભાઈ અને ગોરધનભાઈની માયાજાળમાં ફસાય ગયા હતા. કોંગ્રેસના નેતાઓને એવું લાગવા લાગેલું કે કેશુભાઈ જાહેરમાં મોદીનો વિરોધ કરી રહ્યાં છે તે કોંગ્રેસને મદદ કરી રહ્યાં છે. પણ એવું ન હતું,

રાજકાણનો એક સિધ્ધાંત છે, ચૂંટણીમાં જેમનીજાહેરમાં ટીકા થતી હોય છે, તે જ હંમેશા જીતે છે. છેલ્લાં બે દાખલા છે, વિશ્વ સમક્ષ. એક છે મોદી. મોદીની જેમ વધારે આકરી ટીકા થતી ગઈ તેમ તે જીતતા ગયા. બીજો દાખલો છે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનો. તેમનો જબ્બર વિરોધ ચૂંટણીમાં થયો અને આખરે તે જ જીતી ગયા. બસ આ જ માસ્ટર પ્લાન નાગપુરમાં બન્યો હતો. આ વાત ગુજરાત કોંગ્રેસના કેટલાંક નેતા જણતા પણ હતા.
આમ નવા પક્ષો કઈ રીતે રાજકીય ગેમ ચેન્જર બની જાય છે તે જીપીપી મોટું ઉદાહરણ છે.

નાગપુરની આ સોચી સમજી બ્લુપ્રીંટ હતી. તેની ટ્રેપમાં કોંગ્રેસ આવી ગઈ હતી. કોંગ્રેસને એવું લાગતું હતુ કે, કેશુભાઈને કે તેના પક્ષને મદદ કરીને કોંગ્રેસને ફાયદો મળશે. 96 બેઠકોથી વધારે બેઠકો નહીં આવે એવો અંદાજ મોદીને હતો. પણ નવા પક્ષના કારણે 118 બેઠકો આવી. નાગપુરે 2003માં જ નક્કી કર્યું હતુ કે મોદીને વડાપ્રધાન બનાવવાના છે. આ અંગે તે સમયે મરાઠી ભાષી સમાચારપત્રએ તે અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો કે RSSનો પ્લાન શું છે. આખરે તે થઈને જ રહ્યું. તેવું જ ગુજરાતનું થયું હતું. આ ચૂંટણીમાં પણ એવું જ થવાનું છે. એક પક્ષનો ઉપયોગ બીજા પક્ષને જીતાડવા કઈ રીતે થઈ શકે તે જીપીપી જેવા સાવ નવા પક્ષની સ્ટ્રેટેજીથી શીખવા જેવું છે.

24 નવા રાજકીય પક્ષોમાંથી ગુજરાત પરિવર્તન પક્ષને બાદ કરતાં બાકીની 99 બેઠકો પરથી જ આ 23 પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તમામે ડીપોઝીટ ગુમાવી હતી. 151 મતોથી લઈને 10 હજારની અંદર કુલ મતો આ પક્ષોને મળ્યા હતા. રાષ્ટ્રીય સમાજ પક્ષના એકજ ઉમેદવાર હતા અને તેને 151 મતો મળ્યા હતા. આ 23 પક્ષો 0.30 ટકા મતો પણ શક્યા ન હતા. આમ પક્ષો રચાય છે. ચૂંટણીમાં ઉભા રહે છે અને પછી અચાનક જ ગુમ થઈ જાય છે.

આર્થિક શોદાબાજી કે સામેના પક્ષને હરાવવા નાના પક્ષોનો ઉંટની જેમ ઉપયોગ
નવા નવા રાજકીય પક્ષો બજારમાં આવે છે,તેનું રાજકારણ સમજવા જેવું છે. આ પક્ષોના પ્રમુખ ઉમેદવાર પોતે જ હોય છે. તેના સ્થાપક પણ પોતે જ હોય છે. તેના હોદ્દેદારો કોણ બનતાં હશે તે મોટો પ્રશ્ન છે. સામાન્ય જનતામાંથી કોઈ તેના સભ્ય બનતાં હશે કે કેમ તે એક મોટો સવાલ છે. નાવા પક્ષો ચૂંટણીમાં ઉભા રહે છે તેની પાછળના પ્રથમ નજરે ત્રણ કારણો જોવા મળે છે. એક તો પોતે ચૂંટણીમાં પક્ષને ઉભો રાખે એટલે તેનું નામ ચૂંટણીના ઈતિહાસમાં આવી જાય છે. બીજું એ કે, જે ઉમેદવાર મજબુત હોય તેમના મતો બગાડે તેવું લાગતું હોય તો તે ઉભા રહે છે. પછી મજબુત ઉમેદવાર સાથે સમજુતિ કરી લેવામાં આવતી હોય છે. આ સમજુતિ માટે શું શરતો રહેતી હોય છે તે પણ ખાનગી જાહેર છે. મોટા ભાગે તેમાં આર્થિક શોદાબાજી રહેતી હોય છે. બીજું કે મજબુત પક્ષના ઉમેદવાર પોતે જ આવા ઉમેદવાર ઉભો રાખે છે જેથી સામેના પક્ષના ઉમેદવારના થોડા મતો કપાય અને હરિફ ઉમેદવારનું વાતાવરણ ડહોળાય છે. તેથી આવા ઉમેદવારના કારણે ચોક્કસ પ્રકારના ઉમેદવારની જીતની તકો વધી જતી હોય છે.

આ પ્રેક્ટીશ એ જ પક્ષ કરી શકે કે જેના પહેલાથી ઉમેદવારો નક્કી હોય. તે ઉમેદવાર કે પક્ષ જ નાના પક્ષના ઉમેદવારને ઉભો રાખે છે અને સામેની પાર્ટીના મતો ખંખેરે છે, આવું કોંગ્રેસ કરે નહીં, કારણ કે તેના ઉમેદવારો જ પહેલેથી નક્કી હોતા નથી. પણ ભાજપના ઉમેદવારો પહેલેથી નક્કી હોય છે અને તેઓ આવી વ્યૂહરચના ગોઠવી શકે છે. નાના પક્ષના કોઈ ઉમેદવાર મજબુત હોય તો તેમની પાસેથી નાણાં ખેંખેરવાનું કે બીજી કોઈ શોદાબાજી પણ આવા ઉમેદવારો કરી લેતાં હોવાના કિસ્સા પણ બહાર આવ્યા છે. પણ મોટાભાગે અંદરખાને જ થઈ જતું હોય છે. ફિલ્મની ટીકીટની જેમ રાજકીય ટીકીટના કાળાબજાર થતાં હોય છે. જેને ટીકીટ જોઈતી હોય તેમણે નાણાં આપવા પડતાં હોય છે. જે નાના પક્ષમાં સરળતાથી થઈ શકે છે. ચૂંટણીમાં શાક માર્કેટ જેવું ટીકીટ બજાર ભરાતું હોય છે.

2012ની ચૂંટણીમાં કુલ 40 રાજકીય પક્ષો ચૂંટણી યુધ્ધમાં હતા. તેમાં 24 એટલે કે 60 ટકા સાવ નવા પક્ષો ગુજરાતની ધરતી પર એકાએક દેખાયા હતા. આમ 2012ની ચૂંટણીમાં રીતસર ઘણાં પક્ષોએ દુકાન ખોલી હતી. ગયા વર્ષનો ટ્રેન્ડ જોતા 2017માં પણ આ રીતે નવા પક્ષોનો ઉદય અને અંત થશે. કોણ હશે એ નવા પક્ષો એ તો સમય જ કહેશે.

2012ની ચૂંટણીમાં નવા 24 પક્ષોની યાદી
રાષ્ટ્રીય લોક દળ, રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી, રાજતંત્ર આધાર પાર્ટી, નવીન ભારત નિર્માણ, માનવઅધિકાર જનશક્તિ પાર્ટી, લોકતાંત્રીત રાષ્ટ્રવાદી પાર્ટી, ઈન્ડિયન ફ્રંટ, હિન્દુસ્તાન નિર્માણ દળ, ગુજરાત પરિવર્તન પાર્ટી, રાષ્ટ્રીય સમાજ રક્ષા, યુવા સરકાર, સોસીયાલીસ્ટ પાર્ટી (ઈન્ડિયા), સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, સોસીયાલીસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા (કોમ્યુનિસ્ટ), રિપબ્લીકન પાર્ટી ઓફ ઈન્ડિયા – એ, રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી (સેક્યુલર), ડેમોક્રેટીક ભારતીય સમાજ પાર્ટી, ભારતીય નેશનલ જનતા દળ, ભારતીય જનતા દળ, ભારતીય દલિત કોંગ્રેસ, બહુજન સુરક્ષા દળ, આંબેડકર સમાજ પાર્ટી અને આદિવાસી જન કલ્યાણ પાર્ટી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x