ગુજરાતરાષ્ટ્રીય

સુરતઃ કાપડ માર્કેટમાં પથ્થરમારા બાદ ઉતારાઈ જેકેટ સાથેની ફોર્સ

સુરતઃ
જીએસટી નાબૂદી માટે ટેક્સટાઇલ માર્કેટની લડાઇથી ટ્રેડર્સમાં દિવસે દિવસે રોષ વધી રહ્યો છે. સુરત ટેક્સટાઇલના ટ્રેડર્સે અઠવાડિયાની વ્યૂહરચના ઘડી આંદોલનને પરિણામ ન મળે ત્યાં સુધી  ચલાવવા રણટંકાર કર્યો છે. દરમિયાન આજે (ગુરૂવાર) વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવવાનું હોવાથી પોલીસના ઘાડા ઉતારવામાં આવ્યા છે. જેમાં આજે પહેલીવાર કહીં શકાય એમ રમખાણો માટે તૈયાર કરવામાં આવેલા જેકેટ સાથે કાપડ માર્કેટમાં ફોર્સ ઉતારવામાં આવી છે. પથ્થરમારા બાદ આ જેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પથ્થરમારા બાદ ઉતારાઈ જેકેટધારી લોકલ પોલીસ

શહેરની 165 માર્કેટ જીએસટીના વિરોધમાં બંધ પાળી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા વેપારીઓ પર પોલીસના લાઠીચાર્જ બાદ પથ્થરમારો થયો હતો. અને આજ રોજ કાપડ વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવનાર છે. જેથી કાપડ માર્કેટમાં વેપારીઓ અકઠાં થવાના છે. હાલ જેજે માર્કેટ સામે આવેલી બ્રિજ નીચે ભજન કિર્તન ચાલી રહ્યા છે. જેથી કોઈ કાંકરીચાળો થવાની એંધાણથી પોલીસ સતર્ક થઈ ગઈ છે. અને કોમી રાઈટ્સ માટે તૈયાર કરવામાં આવેલી જેકેટ સાથે લોકલ પોલીસ ફોર્સ તૈનાત કરી દેવમાં આવી છે. 70થી વધુ જેકેટ સાથે પોલીસ ઉતારવામાં આવી છે.

એક દિવસનું 125 કરોડનું નુકસાન

એક દિવસ માર્કેટ બંધ રહે તો ૧૨૫ કરોડનું નુકશાન થાય છે.જીએસટીની મડાગાંડ ન ઉકેલાતા છેલ્લા ઘણા દિવસોથી વેપારીઓ જંગે ચડ્યા છે. જેમાં વેપારીઓની સાથે સાથે સામાન્ય શ્રમિકોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે. જેથી રોજનું લઈ રોજનું ખાતા સામાન્ય માણસો પણ પરેશાન થઈ ગયા છે. જ્યારે બહારથી આવતાં વેપારીઓ પણ બંધને લઈને પરેશાન છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x