ગુજરાતવેપાર

ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોની હાલત કફોડી

ટેકાના ભાવ મામલે પણ વિસંગતતા સ્પષ્ટ જોઈ શકાય છે. બનાસકાંઠા જીલ્લામાં ઉનાળુ બાજરી વાવેતર પણ થઈ ગયું છે. ઉનાળુ બાજરી બજારમાં પણ આવી ગઈ છે. આ બાજરી ટેકાના ભાવની રાહ જોઈ રહી છે. ત્યારે સરકારે ચોમાસુ બાજરી કે જેનું હજુ વાવેતર હજુ શરૂ થશે. તે બાજરી 400 રૂપિયા પ્રતિમણ ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

રાજ્યમાં સૌથી વધુ બાજરીનું વાવેતર અને ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ઉનાળુ બાજરી ખેડૂતોએ વાવી અને તેની લલણી થઈ બજારમાં આવી ગઈ છે. ઉનાળુ બાજરી ખેડૂતો અત્યારે 250 થી 300 રૂપિયા પ્રતિ મણ વેચવા માટે મજબૂર છે. બજારમાં ઉનાળુ બાજરીના ભાવ નથી.

એક તરફ ડીઝલ તેમજ ખાતર અને બિયારણના ભાવ આસમાને છે. જ્યારે બીજી તરફ ઉનાળુ બાજરી માત્ર 250 રૂપિયા પ્રતિ મણ વેચાવા ખેડૂતો મજબૂર છે. ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી છે. ખેડૂતો સરકાર પાસે ઉનાળુ બાજરી ટેકાના ભાવે ખરીદીની માંગણી કરી રહ્યા છે.

ઉનાળુ બાજરીનું વાવેતર સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ત્યારે ટેકાના ભાવ ખરીદીમાં પણ સરકાર ખેડૂતોમાં ભેદભાવની નીતિ અપનાવી રહી છે. સરકારે ચોમાસુ બાજરી 400 રૂપિયા પ્રતિમણ ખરીદવા માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે. પરંતુ ઉનાળુ બાજરી સરકાર ટેકાના ભાવે ખરીદતી નથી.

રાજ્ય અને બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યારે ચોમાસુ બાજરી ના ટેકાના ભાવ જાહેર કરતાં ખેડૂતોને તેનો કોઈ લાભ થવાનો નથી. એપીએમસીના સત્તાધારી અધિકારીઓ પણ માની રહ્યા છે કે ઉનાળુ બાજરી ના ભાવ નીચા હોવાથી ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x