ગુજરાત

AAP તો ભાજપની B ટીમ છે, હું કોંગ્રેસ છોડીને ક્યાય જવાનો નથીઃ હાર્દિક પટેલ

એક સમયે માત્ર પાટીદાર સમાજની જ વાત કરતા હાર્દીક પટેલ ( HARDIK PATEL ) હવે સાડા છ કરોડ ગુજરાતીઓની વાત કરે છે. હાર્દીક પટેલને જ્યારે પુછવામાં આવ્યુ કે પાટીદાર સમાજ AAP તરફ વળ્યો છે તે અંગે શુ કહેશો ? ત્યારે પાટીદાર યુવા નેતા હાર્દીક પટેલએ કહ્યુ કે, ગુજરાતના સાડા છ કરોડ લોકોની વાત કરો ને,  સાડા છ કરોડની જનતામાં તમામે તમામ સમાજ છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે ( Hardik Patel ) સુરત ખાતે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ કોંગ્રેસને ( CONGRESS ) ત્યજીને આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાવવાના નથી. બદનક્ષી અંગેના કેસમાં હાજરી આપવા સુરત આવેલ રાહુલ ગાંધીને આવકારવા માટે હાર્દીક પટેલ સુરત આવ્યા હતા.

સુરતમાં પત્રકારો સાથેની વાતચીતમાં, પાટીદાર અનામત આંદોલનના ( PATIDAR AANAMAT AANDOLAN ) કન્વિનર રહી ચૂકેલા, કોંગ્રેસના કાર્યકાર્રી પ્રદેશ પ્રમુખ હાર્દીક પટેલે કહ્યું કે, આજે કોંગ્રેસની સાથે વિવિધ સમાજ છે. ગુજરાતનો તમામ સમાજ કોંગ્રેસથી પ્રેરીત થઈ રહ્યો છે. આવા સંજોગોમાં કોંગ્રેસને ત્યજીને હુ આમ આદમી પાર્ટી (AAM AADMI PARTY)માં જોડાવવાનો નથી. આમ આદમી પાર્ટી બાબતે, હાર્દીકે કહ્યુ કે, આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની ( BJP ) બી ટીમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત સ્થિત પાટીદાર અનામત આંદોલનકર્તાઓએ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે ટિકીટની માંગણી કરી હતી. જેને ગુજરાત કોંગ્રેસે ફગાવી દેતા, કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા આંદોલનકારીઓએ આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો હતો. અને સુરતમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં, કોંગ્રેસનો સફાયો થયો હતો, જ્યારે આમ આદમી પાર્ટીનો સુરત થકી ગુજરાતમાં પગપેસારો થયો છે.

સુરતમાં આમ આદમી પાર્ટીના મોટાભાગના કોર્પોરેટરોએ ભૂતકાળમાં કોંગ્રેસ કે પાટીદાર અનામત આંદોલન સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા હતા. જેને કારણે હાર્દીક પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે તેવી અટકળો સુરતના રાજકીય વર્તુળોમાં થવા લાગી હતી. આ અટકળોનો તમામ પ્રકારે અંત લાવતા હાર્દીક પટેલે, કહ્યુ છે કે, ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે ભાજપના કેટલાક લોકો દ્વારા આયોજનબધ્ધ સમાચાર ઊભા કરવામાં આવે છે.

મારો હેતુ ગુજરાતની સાડા છ કરોડની જનતાને ન્યાય મળે, રોજગાર મળે, સુખ શાંતિ મળે તે છે અને તેના માટે અમે સતત પ્રયાસ કરતા રહીશુ. ભાજપથી નારાજ મતદારો આપ તરફ જાય અને ભાજપ જીતી જાય તેવો રાજકીયદાવ ભાજપ તરફથી ગુજરાતમાં ખેલાયો છે. 2007, 2012 અને 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઘણીબધી ત્રીજા પક્ષની રાજકીય પાર્ટીઓએ, ભાજપના નારાજ મતદારોના મત આકર્ષીને, કોંગ્રેસને હરાવી હતી.

જો કે એક સમયે માત્ર પાટીદાર સમાજની જ વાત કરતા હાર્દીક પટેલ, હવે સાડા છ કરોડ ગુજરાતીઓની વાત કરે છે. હાર્દીક પટેલને જ્યારે પુછવામાં આવ્યુ કે પાટીદાર સમાજ AAP તરફ વળ્યો છે તે અંગે શુ કહેશો ? ત્યારે પાટીદાર યુવા નેતા હાર્દીક પટેલએ કહ્યુ કે, ગુજરાતના સાડા છ કરોડ લોકોની વાત કરો ને,  સાડા છ કરોડની જનતામાં તમામે તમામ સમાજ છે. તમામ સમાજ કોંગ્રેસ તરફ પ્રયાણ કરી રહ્યો છે. હાર્દીક પટેલનું કહેવુ છે કે, દરેકને લોકશાહીમાં પોતાનો વિચાર રજૂ કરવાનો અધિકાર છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x