ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવાઇ
31 July 2017
સરકાર ઇન્કમ ટેક્સ ભરવાની તારીખ લંબાઇને શનિવાર 5 ઓગ્સ્ટ સુધી કરી દીધી છે. આમ તો 31 જુલાઈએ રાત્રે 12 વાગ્યા સુધી રિટર્ન ભરી દેવાનું હતું, પરંતુ લાખો કરદાતાઓને રાહત આપતા સરકારે છેલ્લી તારીખ પાંચ દિવસ લંબાવી આપી છે. ઇન્કમ ટેક્સ ડિપોર્ટમેન્ટ તરફથી આવેલા નિવેદન અનુસાર, કરદાતાઓને સામે આવી રહેલી મુશ્કેલીઓને કારણે વિત્ત વર્ષ 2016-17 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઇલ કરવાની તારીખ લંબાઇને 5 ઓગસ્ટ, 2017 સુધી વધારવામાં આવી છે. ઈન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીને જણાવ્યું હતું કે, આ વખતે મુદ્દત વધારવમાં આવે તેવા કોઈ ચાન્સ નથી, કારણકે મોટા ભાગના કરદાતાઓ ટેક્સ ભરી ચૂક્યા છે. અધિકારીએ આગળ જણાવ્યુ કે, ”ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જૂલાઇ હતી, તેની મુદ્દત વધારવામાં નહી આવે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે ઇલેક્ટ્રૉનિક રૂપમાં પહેલાથી 2 કરોડથી વધારે લોકો રિટર્ન ભરી ચૂક્યા છે. ડિપાર્ટમેન્ટે કરદાતાઓને સમયસર રિર્ટન આપવાની અપીલ કરી હતી.