પ્રાઇવેટ સ્કૂલને લાગ્યા તાળા, સરકારી સ્કૂલોમાં સુવિધા વધતા પ્રાઇવેટ સ્કૂલને કર્યું, બાય બાય
વડોદરામાં એક ખાનગી શાળાને તાળા લાગ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. સરકારી શાળાઓમાં સુવિધા વધતા વાલીઓ ખાનગી શાળાને બાયબાય કહી દીધું છે. કોવિડની મહામારીમાં વાલીઓ ફી ન ભરી શકતા સરકારી શાળાની વાટ પકડી છે.
વડોદરાના વારસીયા વિસ્તારની શિક્ષણ સાધના સ્કુલ બંધ થઈ છે. વિદ્યાર્થીઓ ના મળતા શાળાના મંડળે શાળા બંધ કરવા ડીઈઓમાં અરજી કરી છે. અરજી ગ્રાહ્ય રાખી શાળા બંધ કરવાની મંજુરી અપાઈ છે.