ગુજરાત

ગુજરાતના ખેડૂતો માટે વરસાદને લઈને ચિંતાજનક સમાચાર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

ગુજરાત સહિત દેશભરમાં નબળા પડી રહેલા ચોમાસાએ ખેડૂતોની ચિંતમાં વધારો કર્યો છે.ત્યારે ચોમાસાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો આગામી એક સપ્તાહ સુધી દેશભરમાં ઓછો વરસાદ રહેશે.

નબળા પડી રહેલા ચોમાસાએ વધારી ખેડૂતોની ચિંતા
આજથી દેશના મોટાભાગના વિસ્તારમાં ચોમાસું નબળુ પડવાની આગાહી કરાઇ છે.આગામી પાંચ દિવસ સુધી સામાન્યથી હળવો વરસાદ રહેશે જો કે દેશના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ રહેશે.સ્કાઇમેટ વેધરના રિપોર્ટમાં ચોમાસાને લઇ આગાહી કરાઇ છે કે આજથી દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું નબળું પડશે.જેથી આગામી પાંચ દિવસ સુધી હળવો વરસાદ રહેશે.

આગામી એક સપ્તાહ સુધી રહેશે ઓછો વરસાદ
જો કે પૂર્વોત્તર ભારત, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારમાં વરસાદ નહીં પડે.ભારતીય હવામાન વિભાગનું માનીયે તો રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ અને દિલ્લીમાં હાલ ચોમાસું આગળ વધવાની કોઇ શક્યતા નથી.હવામાન વિભાગનું કહેવું છે કે 16 જૂનથી ચોમાસાની સ્થિતિમાં કોઇ ફેરફાર થયો નથી.જેથી ચોમાસું આગળ વધવાની કોઇ સંભાવના નથી.

સ્કાઇમેટ વેધરના એક અન્ય રિપોર્ટ મુજબ આગામી 24 કલાકમાં સિક્કિમ, અસમ, મેઘાલય, અરૂણાચલ અને મરાઠવાડાના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ થઇ શકે છે.ઉપરાંત ઉત્તરાખંડ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, ગુજરાત, કેરળમાં પણ મધ્યમથી હળવો વરસાદ રહી શકે છે.

આજથી દેશના મોટાભાગના વિસ્તારમાં ચોમાસું નબળું પડશે
આ તરફ વરસાદને લઈ હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે છે સિસ્ટમ સક્રિય ન થતા હાલ ભારે વરસાદની શક્યાતાઓ નહીંવત જણાઈ રહી છે. તે સાથે દીવ, ભાવનગર, અમરેલી તેમજ પોરબંદર તથા ગીર સોમનાથ સહિતના પંથકમાં બે દિવસ વરસાદની શક્યાતાઓ સેવાઈ રહી છે,

અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ

હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે તેવું જણાવ્યું છે તો સાથે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ સેવી છે. અમદાવાદમાં પણ 3 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે અને 4 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના નહીવત જણાઈ રહી છે ત્યારે અત્યાર સુધી શહેરમાં સિઝનનો સરેરાશ 5.23 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.

એક સપ્તાહ સુધી ચોમાસું આગળ વધવાની કોઇ શક્યતા નહીં
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી છુટોછવાયો વરસાદ પડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે સોમવારે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ખાબક્યો હતો જેને લઈને ખેડૂતોમાં ખુશ ખુશાલી જોવા મળી રહી છે

આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ
ગઈ કાલે અમરેલી, ગોખરવાળા સાવરકુંડલા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો તો આ તરફ બાબરના જામબરવાળા,રાયપર આસપાસ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે

ગુજરાતમાં ભારે વરસાદ માટે હજુ જોવી પડશે રાહ
રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડે તેવુંઅનુમાન છે. જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધી 4.40 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 13.31 ટકા વરસાદ નોંધાયો જ્યારે ગયા વર્ષે 29 જૂન સુધી 4.86 ઈંચ સાથે સરેરાશ 14.32 ટકા વરસાદ પડયો હતો

વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી
આ તરફ છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે રાત્રે છોટાઉદેપુરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો ધંધોડા ચીલરવાંટ, નાલેજ, રૂનવાડ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુરમાં નિઝામી સોસાયટીમાં પાણી ભરાતા પ્રશાસનની પોલ ખૂલી તો આ તરફ વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

અનેક પંથકમાં ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટું પડ્યુ 
મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો સાંજ બાદ મહીસાગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયો. તો આ તરફ બાલાસીનોર, ખાનપુર, સંતરામપુર સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટું પડ્યુ છે.

ભારે વરસાદ માટે હજુ નથી બની સિસ્ટમ
આ તરફ આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આણંદના વલ્લભવિદ્યાનગર, કરમસદ, લાંભવેલ, મોગરી, કરમસદ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો..જેનેપ પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x