આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પાકિસ્તાનની સિક્રેટ મિની સબમરીનની જોવા મળી પહેલી તસવીર, ભારત માટે છે મોટો ખતરો

પાકિસ્તાન (Pakistan) ભલે પોતાને કંગાળ સાબિત કરીને દુનિયાભરના દેશો પાસેથી આર્થિક મદદની અરજ કરતું રહેતું હોય પરંતુ તે ચીન (China)ની સાથે મળીને ધીમે-ધીમે પોતાની સૈન્ય તાકાત (Military Power)ને મજબૂત કરી રહ્યું છે. પાકિસ્તાનની આ ચતુરાઈનો ખુલાસો ત્યારે થયો જ્યારે પાકિસ્તાની નૌસેના (Pakistani Navy)ની સિક્રેટ મિની સબમરીન (Submarine)ની પહેલી તસવીર દુનિયાની સામે આવી. પાકિસ્તાને આ સિક્રેટ મિની સબમરીનને વર્ષ 2016થી દુનિયાની નજરોથી છુપાવીને રાખી હતી. પાકિસ્તાનના આ સિક્રેટ હથિયારને કરાચીના નૌસેનિક હાર્બર પર ડ્રાય ડૉકમાં રાખવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, સબમરીનને રિપેરિંગ માટે અહીં લાવવામાં આવી છે અને તેની પર કોઈ પણ પ્રકારનું કવર નથી લગાવવામાં આવ્યું. સબમરીનને જેવી બહાર કાઢવામાં આવી તે દરમિયાન સેટેલાઇટે તેની તસવીર ક્લિક કરી લીધી.

પાકિસ્તાનના કરાચીના નૌસૈનિક હાર્બર પર ડ્રાય ડૉકમાં મિની સબમરીનની તસવીર ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ટ્વીટર હેન્ડલ @detresfa_ તરફથી જાહેર કરવામાં આવી છે. આ તસવીરમાં સબમરીનને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ તસવીરની સાથે કેપ્શનમાં એક લિંકને પણ શૅર કરવામાં આવી છે, જેમાં સબમરીન સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x