મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, આ લોકો માટે ખાસ શરુ કરાશે ઘરે-ઘરે વેક્સિનેશન અભિયાન
દેશભરમાં વેક્સિનેશનનું મોટું અભિયાન ચાલી રહ્યું છે. આ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. નિર્ણય પ્રમાણે હવે ઘરે ઘરે જઈ જઈને વેક્સિન આપવામાં આવશે. જી હા મહારાષ્ટ્રમાં Door-to-Door Vaccination શરુ થવા જઈ રહ્યું છે. આ જાણકારી રાજ્ય સરકારે બોમ્બે હાઈકોર્ટમાં આપી હતી. સરકારે જણાવ્યું હતું કે વૃદ્ધ અને બીમારીથી પીડિત જે વેક્સિન લેવા માટે ઘરની બહાર જવામાં સક્ષમ ન હતા. તેમના માટે ઘરે જ વેક્સિનની સુવિધા આપવાની માંગ સાથે અરજી કરવામાં આવી હતી.
રાજ્ય બધા કામ કેન્દ્રને પૂછીને કરે છે?
આ અરજી પર મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ડિવિઝન બેંચે રાજ્ય સરકારના ઉડાઉ વલણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. અને હાઈકોર્ટે પૂછ્યું હતું કે ઘરે ઘરેવેક્સિન માટે રાજ્યને કેન્દ્રની પરમીશન કેમ જોઈએ છે? શું તે દરેક કામ કેન્દ્રને પૂછીને કરે છે? કેરલ, બિહાર અને ઝારખંડ સરકારે અનુમતિ લીધી હતી?
રાજ્યએ આપ્યો જવાબ
આ વિશે બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે બુધવારે જવાબ માંગ્યો હતો. કહ્યું હતું કે બુધવાર એટલે કે 30 જૂનના રોજ તેઓ પોતાની નિતી સ્પષ્ટ કરે. આ બાદ રાજ્ય સરકારે બુધવારે એટલે કે આજે સ્પષ્ટ કર્યું કે તેઓ હવે કેન્દ્રની મંજુરીની રાહ નહીં જુએ. રાજ્ય પ્રાથમિક રીતે પુણેથી આની શરૂઆત કરશે. વિદ્યાર્થીઓ માટે તુરંત વેક્સિનેશનનું અભિયાન રાજ્યએ ચલાવ્યું હતું. આ અનુભવનો ફાયદો ઉઠાવીને નવું અભિયાન શરુ કરશે.
પૂણેથી અભિયાન કેમ?
રાજ્ય સરકારે આગળ પુણેથી અભિયાન શરુ કરવાનું કારણ જણાવતા કહ્યું કે પુણેના વિદ્યાર્થીઓને રસીકરણના અનુભવ અને પૂણે જિલ્લાના કદને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂણે જિલ્લો ન તો નાનો છે કે બહુ મોટો નથી, તેથી આ અભિયાનના પ્રયોગ માટે પૂણે યોગ્ય જીલ્લો છે.
આ વચ્ચે રાજ્ય સરકારને હાઇ કોર્ટે સલાહ પણ આપી કે તેઓ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રીપ્શનની શરતના રાખે. કોઈ આના માટે તૈયાર નહીં થાય. ખરેખરમાં વાત એમ છે કે આ પહેલા સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે લોકોને ઘરે જઈ જઈને વેક્સિન આપવામાં આવશે. જેના માટે ડોક્ટર સર્ટીફિકેટ આપશે કે આ વ્યક્તિ ઘરની બહાર જવા સક્ષમ નથી.
કેવી રીતે કરાવવી નોંધણી
જેને વેક્સિન લેવાની છે તેના પરિવારને Email થકી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જલ્દી જ સરકાર આ આઈડી આપશે. આ ઉપરાંત અન્ય માહિતી પણ સરકાર જલ્દી શેર કરશે.