વૈજ્ઞાનિકનો અજીબોગરીબ દાવો, આલ્કોહોલ સૂંઘીને કોરોના દર્દી સાજો થઈ શકશે
કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે અનેક પ્રકારની સારવારના જાત જાતના દાવા કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો અનેક કારગર ઈલાજ પણ શોધી રહ્યા છે. આલ્કોહોલથી બનેલા સેનેટાઈઝરથી પ્રોટેક્શન મળે છે. પરંતુ કોઈ જો એમ કહે કે આલ્કોહોલ સૂંઘવા માત્રથી કોરોના વાયરસના સંક્રમણથી રક્ષણ મળશે, કે છૂટકારો મળશે તો તમે ચોંકી જશો. અમેરિકામાં આવો જ એક પ્રયોગ હાલ થઈ રહ્યો છે. જેમાં આલ્કોહોલને સૂંઘીને કોવિડ-19થી રાહત મળે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે.
અમેરિકામાં આલ્કોહોલની સ્ટીમ લેવાથી એટલે કે આલ્કોહોલને સૂંઘીને કોરોનાની કારગર સારવાર પર વૈજ્ઞાનિક પ્રયોગ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં પ્રયોગના ત્રણ તબક્કાના પરિણામો સામે આવ્યા છે. જેનાથી વૈજ્ઞાનિકો ખુબ ઉત્સાહિત પણ છે. કારણ કે અત્યાર સુધીના પરીક્ષણમાં ગણતરીની મિનિટોમાં દર્દીને શ્વાસ લેવામાં ખુબ આરામ મળતો જોવા મળ્યો છે.
અમેરિકાના એડવેન્ટિસ્ટ હોસ્પિટલના વિશેષજ્ઞોની ટીમે બ્રિટનના રસાયણ વૈજ્ઞાનિક ડો. ઈસ્લામના નેતૃત્વમાં આલ્કોહોલ વેપર પર પ્રયોગ ક્યો છે. આંતરરાષ્ટ્રીય જર્નલ ફાર્માસ્યૂટીઝમાં પ્રકાશિત એક રિસર્ચ રિપોર્ટ મુજબ સામાન્ય તાપમાન પર સૂરજની રોશનીથી દૂર રાખવામાં આવેલા 65 ટકા આલ્કોહોલની માત્રાવાળા રસાયણને ઓક્સીજન દ્વારા 3.6 મિલિગ્રામ પ્રતિમિનિટની માત્રાથી શ્વાસમાં મોકલવામાં આવ્યું. રોજ 45 મિનિટ સુધી આ સારવાર કોરોનાના ગંભીર સંક્રમિત દર્દીઓને આપવામાં આવી.
કોવિડ સંક્રમણ મામલે ટીમને જાણવા મળ્યું કે મોટાભાગના લોકોને પહેલા ઉપરની શ્વાસ લેવાની નળી પર અસર પડે છે. તેના પર તરત કાબૂ ન મેળવવામાં આવ્યો તો નીચલી નળીને અસર કરે છે. કોવિડ વાયરસના 3 પ્રકારના વેરિઅન્ટ રિસર્ચર્સને મળ્યા જે સીધા શ્વાસની નીચલી નળી પર જ અસર કરે છે. તેનાથી સંક્રમિત વ્યક્તિના જીવ પર જોખમ આવી જાય છે.
ગંભીર ન્યૂમોનિયાના કારણે સમગ્ર ફેફસામાં ધબ્બા બનવા લાગે છે. ફેફસામાં સોજો આવી જાય છે. ફેફસા સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી શકતા નથી. શ્વાસમાં તે દમ રહી શકતો નથી. દર્દી સતત એક એક શ્વાસ માટે તરફડિયા મારે છે. શ્વાસની નળી અને ફેફસામાં સતત વધતા સોજાના કારણે શ્વાસની ડોર તૂટી જાય છે.
રિસર્ચર્સના રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે આલ્કોહોલની સ્ટીમ ટેક્નિકની સીધી અસર કોરોના વાયરસના બહારના કાંટાળા પ્રોટિનના પડ પર પડી. આ પ્રોટિનના પડ દ્વારા જ તે માણસોની કોશિકાઓ પર હુમલો કરે છે. ઓક્સીજનની સાથે સાથે આલ્કોહોલની સ્ટીમ નાકથી શ્વાસનળી અને પછી ફેફસા સુધી પહોંચી.
જેનાથી દર્દીઓને શ્વાસનળી, અને નાકની અંદર કોવિડ વાયરસના કારણે મેમ્બ્રેનના પડમાં જે સોજો હતો તે જલદી ઓછો થવા લાગ્યો. શ્વાસ લેવો સરળ બન્યો, ફેફસાના સેલ્ફ ઈમ્યુનિટી સિસ્ટમ વધુ સારી રીતે કામ કરવા લાગ્યા. તેને પણ રાહત મળી. આ પ્રયોગથી ફાઈબોલાઈટ, ન્યૂટ્રોફિલ્સની સાથે સાથે લ્યૂકોસાઈટ્સ ઉપર પણ સકારાત્મક અસર થઈ.
અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના સેન્ટર ફોર ડ્રગ ઈવેલ્યુએશન એન્ડ રિસર્ચમાં આ શોધ ઘણો આગળ વધી ચૂક્યો છે. દિલ્હીમાં આ મામલે અનેક પ્રયોગ કરી સફળતાથી ઉત્સાહિત થયેલા વૈજ્ઞાનિક શક્તિ શર્માએ અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને આ અંગે પત્ર લખ્યો છે. ત્યારબાદ તેમને જવાબમાં જે પત્ર મળ્યો તે એ જાણવા માટે પૂરતું છે કે આ ટેકનિકની અસર કોરોના વાયરસ પર થઈ છે. એટલે કે આલ્કોહોલ સૂંઘીને પણ કોવિડને પછાડી શકાય છે.