રાષ્ટ્રીય

મહિલા પ્રધાનોએ સાડી પહેરી PM મોદીની નવી ટીમમાં ચાર ચાંદ લગાવ્યા

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના ટ્વિટર હૈડલ પર મહિલાઓની એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તમામ મહિલાઓએ ખુબ સુરત સાડી (Sari) પહેરી છે. કેબિનેટના વિસ્તરણમાં મહિલાઓ ને સ્થાન પણ અપાયું છે.  મંત્રીમંડળ વિસ્તરણમાં કુલ 11 મહિલા(Women) ઓ છે જેમાંથી 2ને કેબિનેટનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે 4 ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં મહિલાઓને વધુ સ્થાન આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી (Narendra Modi)ની કેબિનેટનું વિસ્તરણ બુધવારના રોજ કરવામાં આવ્યું હતુ. આ મંત્રીમંડળમાં અત્યારસુધીમાં કુલ 11 મહિલા પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમારોહ દરમિયાન મહિલાઓએ અવનવી સાડી (Sari)ઓ પહરેલી જોવા મળી હતી. નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની, દર્શના જરદોશ, પ્રતિમા ભૌમિક, શોભા કરંદલાજે સહિત તમામ મહિલાઓએ રંગ-બેરંગી સાડી પહેરી સમારોહમાં પહોંચી હતી

કેન્દ્રીય નાણાં પ્રધાન (Union Finance Minister)નિર્મલા સીતારમણે તેમના ટ્વિટર હેડલ પર મહિલા પ્રધાનોનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં સુરતના લોકસભા સાંસદ દર્શના જરદોશ ભુરા રંગની સાડી ગુજરાતી સાડી પહેરી હતી. તેમની બાજુમાં પ્રતિમા ભૌમિકે લાલ બોર્ડર વાળી પીળા રંગની સાડી, ત્યારબાદ શોભા કરંદલાજે સિલ્ક સાડી(Sari) જે ગુલાબી રંગની હતી.સ્મૃતિ ઈરાનીની વાત કરવામાં આવે તો શાનદાર ફુલોની ભાતથી ખીલી ઉઠતી હાથકારીગરીથી બનેલી  સાડી પહેરી હતી. ગત્ત વર્ષ હેન્ડલુમ દિવસ પર લોકોને વોક્લ ફોર લોકલને પ્રોત્સાહન આપવાનો આગ્રહ કર્યો હતો.

ડૉ.ભારતી પ્રવીણ પવારે પ્લેન ક્રીમ રંગની સાડી તેમજ મીનાક્ષી લેખી ગુલાબી રંગની સાડી પહેરી હતી, અનુપ્રિયા પટેલે પણ એક પીળા રંગની સાડી પહેરી હતી જે અન્નપૂર્ણા દેવીની સાથે ઉભી હતી, તેપણ ખુબ સુંદર લાગી રહી હતી.કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ હંમેશાથી જ સાડીને લઈ ચર્ચાઓમાં રહે છે. સમારોહ દરમિયાન સીતારમણે સિમ્પલ કોર્ટન સાડી (Sari)થી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતુ, હેન્ડલુમની સાડીથી લઈ રેશમની સાડી પણ પહેરી ચુકી છે. સીતારમણે હેન્ડલુમ અને રેશમની સાડી ખુબ જ પસંદ છે. તે હંમેશા અવનવી સાડીઓમાં જોવા મળે છે.

મોદી કેબિનેટના વિસ્તરણમાં કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણમાં 43 નેતાઓએ શપથ લીધા હતા, જેમાં કુલ 7 મહિલાઓએ કેન્દ્રીય પ્રધાન પદ્દના શપથ લીધા હતા. જેમાં અનુપ્રિયા પટેલ, શોભા કરંદલાજે, દર્શન વિક્રમ જારદોશ. મીનાક્ષી લેખી, અન્નપુર્ણા દેવી, પ્રતિમા ભૌમિક અને ભારતી પવાર છે. આ શપથ ગ્રહણ સમારોહમાં કોરોના ગાઈડલાઈન (Corona guideline)નું પાલન સાથે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. આ સંસદના ચોમાસું સત્ર થોડા દિવસો પહેલા જ શરુ થયું છે

મોદી કેબિનેટ( Modi Cabinet ) ના વિસ્તરણમાં  આજે 43 નેતાઓ શપથ લીધા છે. નવા અને જૂના ચહેરાના સમાવેશ બાદ મોડી રાત્રે પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતમાંથી મોદી સરકારના જૂના ચહેરા એવા મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને રાજ્યકક્ષાના પ્રધાનમાંથી કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x