અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુક અને ટ્વિટર સામે કેસ કરવાની કરી જાહેરાત, જાણો કેમ
ટ્રમ્પ ફેસબુક, ટ્વિટર અને ગૂગલની વિરુદ્ધ કેસ દાખલ કરવા જઈ રહ્યા છે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એલાન કર્યુ કે તે ટેક્નોલોજીના ક્ષેત્રના દિગ્ગજ ફેસબુક, ટ્વિટર અને ગૂગલની વિરુદ્ધ કેસ દાખલ કરવા જઈ રહ્યા છે. તેમણે આ લાકો પર ખોટી રીતે સેન્સર કરવાનો આરોપ લગાવ્યો છે. સમાચાર એજન્સી એએફપીએ આ સમાચાર આપ્યા છે.
ટ્રમ્પે પોતાના ગોલ્ફ ક્લબમાં સંવાદદાતાઓ સાથે વાત કરતા કહ્યું કે…
ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ જર્સીના બેડમિસ્ટરના પોતાના ગોલ્ફ ક્લબમાં સંવાદદાતાઓ સાથે વાત કરતા કહ્યું કે આજે અમેરિકાની ફર્સ્ટ પોલિસી ઈન્સ્ટીટ્યૂટના સંયોજનમાં હું લીડ ક્લાસ પ્રતિનિધિના રુપમાં ફેસબુક, ગૂગલ અને ટ્વિટરની સાથે સાથે તેમના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ અને જૈક ડોર્સીની વિરુદ્ધ કેસ દાખલ કરી રહ્યો છુ. ત્રણેય સારા લોકો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ટ્રમ્પના અકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું છે
ઉલ્લેખનીય છે કે 6 જુલાઈએ યુએસ કેપિટલ પર ટ્રમ્પ સમર્થકો તરફથી હુમલા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરફથી એક્શન લેતા તેમણે અકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું હતુ. 75 વર્ષીય રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પે આગળ કહ્યું કે દેશમાં મુખ્ય ટેક ફર્મ અયોગ્ય અસંવિધાનિક સેન્સરશિપના પ્રવર્તક બની ગયા છે