દહેગામ તાલુકા-શહેર કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક મળી ત્યારબાદ મોંઘવારીના વિરોધમાં સાયકલ રેલી યોજી
ગાંધીનગર :
કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની જનવિરોધી નીતિઓના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે નોટબંધી, જીએસટી, ભાવ વધારો મોઘવારી અને કોરોના મહામારી અને રસીકરણ અંગે ગુનાહિત બેદરકારી અને કૃત્રિમ અછત સર્જીને પ્રજાને ભગવાન ભરોસે મૂકનાર કેન્દ્રની મોદી સરકાર અને રાજયની રૂપાણી સરકાર સામે પ્રજાની વાચાને ઉજાગર કરવા ગુજરાત કોંગ્રેસે દરેક તાલુકા-જિલ્લા મથકે જનચેતના કાર્યક્રમો જાહેર કર્યા છે જેના ભાગ રૂપે તા.૧૧/૦૭/૨૦૨૧ના રોજ સાંજે છ કલાકે હનુમાનજી મંદિર જેસાના મુવાડા, દહેગામ ખાતે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી ડો સી.જે.ચાવડા ની વિશેષ ઉપસ્થિતિમાં અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી સૂર્યસિંહ ડાભીની અધ્યક્ષતામાં તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ કામિનીબા રાઠોડની વિશેષ હાજરીમાં મળી હતી જેઓએ સભામાં ઉપસ્થિત કોંગ્રેસજનોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ચૂંટાયેલા સદસ્યો, તાલુકા-શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો, વિવિધ સેલ વિભાગ અને ફ્રન્ટ્રલ ઓર્ગેનાઈઝેશનના હોદ્દેદારો સહિત અનેક કાર્યકરો-આગેવાનો કોવિડ ગાઈડલાઇનના સંપૂર્ણ પાલન સાથે હાજર રહ્યા હતા. તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી જગતસિંહ ચૌહાણે સૌ મહેમાનો-કાર્યકરોને આવકાર્યા હતા જ્યારે તાલુકા પંચાયતના સદસ્યશ્રી ફકીરસિંહ ઝાલાએ સૌ આગેવાનો અને કાર્યકરો નું સ્વાગત કરીને ભોજન પીરસ્યું હતું અખબારી યાદીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રસિંહ રાઠોડ જણાવ્યું
મોંઘવારી, બેરોજગારી, ભાવ વધારા સામે દહેગામ ખાતે કોંગ્રેસની સાઇકલ રેલી
વધતી જતી મોંઘવારી બેકાબુ બેરોજગારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે દહેગામ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ કામિનીબા રાઠોડની આગેવાની હેઠળ બળદ ગાડા, ઊંટ લારી સાથે સાઇકલયાત્રા યોજીને કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું દહેગામ કોલેજ રોડથી શરૂ થયેલી યાત્રામાં મોટી સંખ્યામાં એન.એસ.યુ.આઈ, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને સેવા દળના કાર્યકરો, ચૂંટાયેલા સદસ્યો, તાલુકા-શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો, વિવિધ સેલ વિભાગના હોદ્દેદારો સહિત અનેક કાર્યકરો-આગેવાનો જોડાયા હતા ત્યારબાદ તમામ આગેવાનોની નહેરુ ચોકડીથી દહેગામ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તેવું તાલુકા કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ ચૌહાણ અખબારી યાદીમાં જણાવ્યું