રાષ્ટ્રીય

Home Minister અમિત શાહ આજથી બે દિવસનાં મેઘાલય પ્રવાસે, ઉત્તર પૂર્વનાં 8 CM સાથે બેઠક

દેશના ગૃહમંત્રી(Home Minister) અમિત શાહ (Amit Shah) શનિવારે મેઘાલય(Meghalay)ની બે દિવસીય મુલાકાતે રવાના થઈ રહ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અમિત શાહ મેઘાલયમાં ઈશાનના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને રાજ્યોના પોલીસ વડાઓ સાથે બેઠકની અધ્યક્ષતા સંભાળશે. જેમાં આંતરરાષ્ટ્રીય સરહદ વિવાદ (International Border Dispute)નો મામલો અન્ય મુદ્દાઓની સાથે ઉભો થવાની પણ સંભાવના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય વિજ અને તકનીકી અને અવકાશ મંત્રી જીતેન્દ્ર સિંહ અને ઉત્તર પૂર્વી પ્રદેશના વિકાસ પ્રધાન જી કિશન રેડ્ડી પણ ગૃહ પ્રધાનની સાથે રહેશે.

મેઘાલયના મુખ્યમંત્રીની વિનંતી, આંતર-રાજ્ય સરહદ વિવાદ જલ્દીથી હલ કરવામાં આવે. અમિત શાહની મુલાકાત આ મહિનાની 17 મી તારીખે થવાની હતી પરંતુ કોરોનાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. આ અગાઉ, મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ કે સંગમાએ કેન્દ્રને તેમની ઇચ્છા વ્યક્ત કરી હતી કે 15 ઓગસ્ટના 75 માં સ્વતંત્રતા દિવસ પહેલા રાજ્યો વચ્ચેના આંતર-રાજ્ય મુદ્દાઓનું સમાધાન લાવવામાં આવે.

સંગમાએ કહ્યું હતું કે, 50 વર્ષથી અમે જટિલ સરહદના પ્રશ્નો હલ કરી શક્યા નથી. હાલમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં રાજકીય સમજ છે. અમે આ બાબતે ઉચ્ચ સ્તરે ચર્ચા કરી શકીએ છીએ. સંગમાએ જણાવ્યું હતું કે મેઘાલયની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન શાહ ઉત્તર પૂર્વ સ્પેસ એપ્લિકેશન સેન્ટર (નેસએસી) ના મુખ્ય મથક ખાતે બેઠક પણ લેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી રાજ્યમાં કેટલાક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.

મિઝોરમની સરહદ પર પરિસ્થિતિ ગંભીર જોકે સરમાએ આશા વ્યક્ત કરી હતી કે જ્યારે તેઓ 24 જુલાઇએ શિલ્લોંગમાં આ પૂર્વોત્તર રાજ્યોના પોતાના સમકક્ષોને મળશે ત્યારે મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સાથે સરહદના વિવાદોના સમાધાનમાં થોડી પ્રગતિ થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં તે દિવસે યોજાનારી નોર્થ ઈસ્ટ સ્પેસ એપ્લીકેશન સેન્ટરની બેઠકમાં પ્રદેશના મુખ્ય પ્રધાન ઉપસ્થિત રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x