રાજયમાં તમામ હોસ્પિટલે BU પરમિશન અને ફાયર NOC મેળવવા ફરજિયાત, સરકારે બહાર પાડયો પરિપત્ર
ગુજરાત(Gujarat ) ની દરેક હોસ્પિટલે BU પરમિશન અને ફાયર NOC મેળવવા પડશે. સુપ્રીમ કોર્ટે બે સપ્તાહ બાદ જરૂરી પરવાગની ન લેનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જે અંતર્ગત હોસ્પિટલમાં ઈમરજન્સી એક્ઝિટ ઉપરાંત બે મીટરની પહોળાઈના પગથિયા રાખવા પણ જરૂરી છે.
હોસ્પિટલના સ્ટાફને ફાયરના સાધનો વાપરવાની તાલીમ આપવાની રહેશે. નવ મીટર કે તેથી વધુ ઉંચાઈ હશે તો ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. આ સિવાયના બિલ્ડિંગોમાં નેશનલ બિલ્ડિંગ કોડ મુજબની વ્યવસ્થા કરવી પડશે. હોસ્પિટલોમાં લાગેલી ગ્લાસફેકેડ કે ગ્રીલ દૂર કરવા પડશે.હોસ્પિટલની આસપાસ ફાયરબ્રિગેડ બચાવ કામગીરી કરી શકે તે માટેની જગ્યા રાખવી જરૂરી છે. હોસ્પિટલની લિફ્ટનું લાઈસન્સ મેળવી રિન્યુ કરાવવાનું રહેશે. ઓક્સિજન વપરાશનું ઓડિટ કરી તે લીકેજ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.