કોરોનાની ત્રીજી લહેરનો ખતરો : પર્યટન, ધાર્મિક સ્થળોએ વધતી ભીડ ચિંતાજનક
દેશના 13 રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો દિવસે-દિવસે વધતો જાય છે. સંભવિત ત્રીજી લહેરને લઈને ડો.મુકેશ મહેશ્વરીએ નિવેદન આપતા કહ્યું, 13 રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં સાવધાની રાખવી જરૂરી છે. પર્યટન, ધાર્મિક સ્થળોએ વધતી ભીડ ગુજરાત માટે ચિંતાજનક બની શકે છે. ડેલ્ટા વેરિઅન્ટથી ચેપ લાગવાની ક્ષમતા 60થી 80 ટકા વધારે છે. હાલ દેશમાં કેરાલા, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં નવા કેસોની સંખ્યા વધી રહી છે. આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, બંગાળ, ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઝડપથી કોરોના વધી રહ્યો છે.