રાજનીતિમાં સક્રિય થવાના વજુભાઈના સંકેત: મુખ્યમંત્રી બનવાની ઈચ્છા અંગે શું આપ્યો જવાબ જુઓ.
મુખ્યમંત્રી બનવાને લઈને વજુભાઈ વાળાનું મોટું નિવેદન
VTV સાથે ખાસ વાતચીત કરતા કર્ણાટકના પૂર્વ ગવર્નર અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી બનવાની વાતને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વજુભાઈએ જણાવ્યું કે, હાલના મુખ્યમંત્રીએ પોતાનું પર્ફોમન્સ બતાવ્યું છે અને મને મુખ્યમંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી.
CM રૂપાણીના કર્યા વખાણ
આ સાથે જ વજુભાઇ વાળાએ સીએમ રૂપાણીની પ્રશંસા કરતા કહ્યું કે હાલના મુખ્યમંત્રીએ પોતાનું પર્ફોમન્સ બતાવ્યું છે. વિજયભાઈને કોરોના થયો હતો છતાં તેમણે લોકોની સેવા કરી. વિજયભાઇનું કામ સારું રહ્યું છે. તો એવું પણ જણાવ્યું હતું કે, હું ભાજપ સાથે જ રહીને કામ કરીશ. ભાજપ જે કામ સોંપશે તે કામ કરતો રહીશ.
તમામ લોકો માટે હશે ભવાની માતાનું મંદિર : વજુભાઈ વાળા
કારડીયા રાજપૂત સમાજની બેઠક મુદ્દે વજુભાઈ વાળાએ નિવેદન આપ્યું હતું કે, હું તનતોડ મહેનત કરાવું છું. સાથે જ તેમણે કહ્યું હતું કે, સમસ્ત રાજપૂત સમાજ એક થાય એ અમારો ઉદ્દેશ્ય છે. તો મંદિરને લઈને વજુભાઈએ કહ્યું કે, ભવાની માતાનું મંદિર તમામ લોકો માટે હશે.
ગઈકાલે સાંજે વજુભાઈના ઘરે મળી હતી બેઠક
મહત્વનું છે કે આગામી સમયામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તેને લઈ બેઠકોને દોર ચાલી રહ્યો છે ગુજરાતમાં આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે કેમ કે રાજ્યમાં અનેક નવા પક્ષો આ વખતે તમામ વિધાસભાની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી ચુક્યા છે એવામાં ભાજપને બેઠકો ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે ત્યારે પાર્ટીના અને પક્ષના મોટા નેતાઓને રાજકીય સ્થિતિ સુધારવાની કમાન સોંપવામાં આવી છે.
સામાજિક એકતા, રાજકીય શક્તિપ્રદર્શનની રણનીતિ ઘડાઈ
જ્યારે જ્યારે ચૂંટણીના દિવસો નજીક આવે છે ત્યારે ત્યારે જ્ઞાતિ આધારિત ચોગઠા ગોઠવવાની શરૂઆત થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં વર્ષોથી જ્ઞાતિ આધારિત ચૂંટણી થતી આવે છે. ખરા સમયે જ જ્ઞાતિના આગેવાનો મેદાનમાં આવી પોલિટિકલ પાર્ટીને પ્રેશર કરતા હોય છે.
પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, માવજી ડોડિયા રહ્યા હાજર
ખોડલધામ સંસ્થા બનાવી નરેશ પટેલે પાટીદારોને એક કરવાની પહેલ કરી છે. ત્યારે ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાડાની આગેવાનીમાં તેમના જ ઘરે બેઠક યોજાઈ હતી જેમાં રોજકોટમાં કારડિય રાજકોત સમાજ દ્વારા ભવાની માતાનું મોટું મંદિર બનાવેશ તેવી જાહેરાત કરવામાં આવી હતી.
ભવાની માતાનું મોટું મંદિર બનાવવા લેવાયો નિર્ણય
ઉલ્લેખનિય છે કે ખોડલધામ ઉમિયાધામની જેમ હવે સામાજિક એકતા માટેનું મંદિરનું નિર્માણ બનાવવાની જાહેર બાદ હવે રાજકીય વગ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવું મનાઈ રહ્યું છે કે સંગઠનની શક્તિ ઉભી કરવા લીંબડી હાઈવે પર ભવાની માતાનું મંદિર નિર્માણ કરવાનું એલાન કરવામાં આવ્યું છે.