ગાંધીનગરના લવારપૂર ગામની સીમમાં રેતીના સ્ટોકીસ્ટ ગલાલ એન્ટરપ્રાઈઝ દ્વારા સંગ્રહ કરેલ બાયો ડીઝલનાં જથ્થા સહિત રૂ. 8.80 લાખની મત્તા સાથે એક ઝડપાયો
ગાંધીનગર :
ગાંધીનગરના લવારપૂર ગામની સીમમાં ગલાલ એન્ટરપ્રાઈઝ રેતીના સ્ટોકીસ્ટ દ્વારા પોતાના વાહનોમાં ભરવા માટે એકઠો કરવામાં આવેલો કુલ 12 હજાર 800 લીટર બાયો ડીઝલ જથ્થો, મિની ટેન્કર સહિત રૂ. 8.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેના માલિકની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જીલ્લામાં વિસ્તારમાં બાયો ડીઝનનો વેચાણ અથવા સંગ્રહખોરી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમા તથા જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સૂચનાઓ આપવામાં આવેલી છે, જે અન્વયે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ આરતી અનુરકાર સ્ટાફના માણસો સાથે જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે વખતે લવારપૂર ગામની સીમ ગલાલ એન્ટરપ્રાઈઝ રેતીના સ્ટોકીસ્ટ દ્વારા ગેરકાયદેસર રીતે બાયો ડીઝલ નો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમ બાતમી વાળી જગ્યાએ રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસ દ્વારા વાહનો ભરેલો બાયો ડીઝલ નો જથ્થો તેમજ સિમેન્ટની બનાવેલી ઓરડી માંથી બે મોટી પ્લાસ્ટિકની ટાંકી, 9 પ્લાસ્ટિકના બેરલ, એક મિની ટેન્કર, બાયો ડીઝલ કાઢવાની નોઝલ મળી આવી હતી.
આ અંગે ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર જે. જી. વાઘેલા એ જણાવ્યું હતું કે, ગલાલ એન્ટરપ્રાઈઝના પરેશ મોતીભાઈ પટેલ (રહે. ગીયોડ) દ્વારા ઉક્ત જગ્યાએ બાયો ડીઝલનો રૂ. 8.32 લાખની કિંમતનો 12 હજાર 800 લીટર બાયો ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ તેના રેતીના સ્ટોકનાં વાહનોમાં કરતો હતો. જેની પાસેથી મિની ટેન્કર પણ જપ્ત કરવામાં આવ્યું છે અને બાયો ડીઝલના જથ્થાને સીઝ કરી દઈ કુલ રૂ. 8.80 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી પરેશ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે.