આજે અમદાવાદમાં રસીકરણ આંશિક રીતે બંધ રહેશે, ફક્ત કોવેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવશે
અમદાવાદમાં સામાન્ય નાગરીકો માટે ગઈકાલે 25 જુલાઈએ રસીકરણ (Vaccination)બંધ રહ્યાં બાદ આજે 26 જુલાઈએ પણ આંશિક રીતે રસીકરણ બંધ રહેશે. અમદાવાદમાં આજે વેક્સિનનો પહેલો ડોઝ કોઈને નહીં આપવામાં આવે , માત્ર જેમણે અગાઉ કોવેક્સીન (covaxin)નો પહેલો ડોઝ લીધો છે એમને બીજો ડોઝ આપવામાં આવશે. એટલે કે જેમનું પહેલા ડોઝનું રસીકરણ નથી થયું તેમને આજે રસી નહીં મળે. કોવેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવશે એ પણ નક્કી કરેલા 11 રસીકરણ કેન્દ્રો પર જ. હોસ્પિટલો, કોમ્યુનિટી હોલ અને અર્બન હેલ્થ સેન્ટર પર રસીકરણ બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કોવીશિલ્ડ (covishield) વેક્સિનની કામગીરી એક દિવસ માટે સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવી છે.