મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રથમ હપ્તો 2 ઓગસ્ટે વાલીઓના ખાતામાં જમા થશે
કોરોના કાળમાં વાલી ગુમાવનાર બાળકોને 2 ઓગસ્ટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય (Mukhyamantri Bal Seva Yojana)નો પ્રથમ હપ્તો મળશે.. રાજ્ય સરકારે રાજ્યના જિલ્લા કલેક્ટર્સ પાસેથી આવા બાળકોની વિગતો મગાવી છે. 2 ઓગસ્ટને સંવેદના દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ દિવસે બાળકોના વાલીના ખાતામાં સરકાર સહાયનો પ્રથમ હપ્તો ચૂકવશે.મહત્વનું છે કે વાલી ગુમાવનાર બાળકને માસિક રૂપિયા 4 હજાર ચૂકવવાની યોજના છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 29 મે 2021 ના રોજ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય (Mukhyamantri Bal Seva Yojana)ની જાહેરાત કરી હતી.
અનાથ બાળકોને મળશે આ લાભો
Mukhyamantri Bal Seva Yojana અંતર્ગત કોરોનાને કારણે માતાપિતા બંને અથવા બે માંથી એક ગુમાવી ચુકેલા બાળકોને રાજ્ય સરકાર વતી મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) દ્વારા આ પ્રમાણે સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે –
1)આવા બાળકોને 18 વર્ષ સુધી માસિક રૂ.4000 ની સહાય આપવામાં આવશે, તેમજ 18 થી 24 વર્ષ સુધી રૂ.6000 ની સહાય આપવામાં આવશે.
2) વિદેશ અભ્યાસ માટે અગ્રતા આપવામાં આવશે, આવકમર્યાદા રાખવામાં આવશે નહિ તેમજ વિદેશ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના (MYSY) અંતર્ગત 50 ટકા ફીણ સહાય આપવામાં આવશે.
3) નિરાધાર થયેલી કન્યાઓ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળામાં પ્રવેશમાં અગ્રતા તેમજ છાત્રાલયનો ખર્ચ સરકાર આપશે. રાજ્ય સરકારની “કુંવરબાઈનું મામેરું” યોજનામાં આવી કન્યાઓને અગ્રતા આપવામાં આવશે.
4)આવા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ યોજના તેમજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત મફત રાશન આપવામાં આવશે.
5) આવા 14 વર્ષથી ઉપરના બાળકો માટે વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકો માટે સ્કીલ ડેવલોપમેન્ટની તાલીમ આપવામાં આવશે.