ગુજરાત

ગુજરાતની જીવાદોરીની જળસપાટીમાં વધારો, ડેમની જળસપાટી 116.32 મીટરે પહોંચી

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે નદી અને ચેકડેમ ઓવરફ્લો બન્યા છે, ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે તો ડેમમાં પણ જળસપાટી વધી છે.

નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાની પણ જળસપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી હાલ વધીને 116.32 મીટરે પહોંચી ગઈ છે. જો કે એક જ દિવસમાં ડેમની જળ સપાટીમાં 21 સેમીનો વધોર નોંધાયો છે. જો કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી 4274 ક્યુસેક પાણીની આવાક થઈ રહી છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી 4274 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

નર્મદા ડેમની જળસપાટી 116.32 મીટરે પહોંચી

સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે.

ઉપરવાસમાં વરસાદથી 4274 ક્યુસેક પાણીની આવક

નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી પાણી છોડાતા 46 હજાર 504 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સતત પાણીની આવકના કારણે સરદાર સરોવર ડેમનું જળસ્તર પહોંચી ગયું છે 116.32 મીટર પર એટલે કે 8 કલાકમાં ડેમની જળસપાટીમાં 86 સેન્ટિમીટરનો વધારો થયો છે. જોકે હાલ ડેમની જળસપાટી છે તે ગત વર્ષ કરતા 5 મીટર ઓછી છે. ડેમમાં હાલ 4 હજાર 363 MCFT પાણીનો જથ્થો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x