તમને પણ મોંથી નખ ચાવવાની આદત છે તો ખાસ વાંચો, કારણકે….
મોંથી નખ કાપવા પર ઘરના મોટા વૃદ્ધ લોકો કાયમ બોલ્યા કરે છે. જેને તે ધાર્મિક વાતથી જોડીને કહેતા હતા કે આ યોગ્ય નથી. પરંતુ તેના કેટલાક વૈજ્ઞાનિક કારણ પણ છે. મોંથી નખ કાપવા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે જેને અનેક પ્રકારની બીમારીઓ થઇ શકે છે. જેથી જો તમને પણ આ આદત હોય તો આજે જ છોડી દેજો,. મોંમા નખ ચાવવા કે કાપવાતી તમે અનેક નુકસાન થઇ શકે છે.
– હંમેશા નખ ચાવવાથી તમારી આંગળીઓ ખરાબ થઇ શકે છે. તમારા મોંમાંથી નીકળનારી લારમાં રહેલા રસાયણથી તમારી આંગળીઓને ઘણુ નુકસાન થાય છે. તેનાથી તમારી આંગળીની ત્વચા ખરબચડી થઇ જાય છે અને નિશાન પણ પડી જાય છે. જે જોવામાં ખૂબ ખરાબ લાગે છે.
– નખ ચાવતા સમયે નખમાં રહેલા બેક્ટેરિયા તમારા મોંમાં જતા રહે છે. તેનાથી તમારા પેટમાં ઇન્ફેક્શન ફેલાવવાનો ખતરો રહે છે. તેનાથી પેરોનશિયા નામનું ઇન્ફેકશન થઇ જાય છે. જેનાથી સોજો, દુખાવો, રેડનેસ અને પરૂથી ભરેલી ગાંઠ પડી જાય છે.
– નખ કાપવાના કારણથી દાંતના મૂળમાં રહેલા સૌકેટ્સ ખરાબ થઇ જાય છે. જે કારણથી તમારા દાંત વાંકા થઇ જાય છે. અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર વારંવાર મોંમાં નખ કાપવાની આદતના કારણથી તમેન જિન્જવાઇટિસ જેવી સમસ્યા થઇ શકે છે.