ગાંધીનગરગુજરાત

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 8 ની સામાયિક કસોટીમાં ફેરફાર કરાયો

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 8 ની સામાયિક કસોટીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધોરણ 3 થી 5 ની ગણિત અને પર્યાવરણતાથા ધોરણ 6 થી 8 મા સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની સામાયિક કસોટી યોજાવાની હતી. રાજ્યની શાળાઓમાં સામાજિક વિજ્ઞાનના પુસ્તકો ન પહોંચતા ધોરણ 6 થી 8 ની સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી મોકૂફ રખાઈ છે આ સિવાય તમામ વિષયની કસોટી યોજાશે.રાજ્યની લગભગ 30 હજાર શાળાઓમાં ધોરણ 6થી ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી મોકૂફ રખાઇ છે.

રાજ્યમાં ધોરણ 1 થી 8 માં લેવાનારી સામયિક કસોટીમાં પાઠ્ય પુસ્તકોના મળ્યા ન હોવાથી ધોરણ 6 થી 8 ની સામાજિક વિજ્ઞાનની કસોટી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યની ઘણી શાળાઓમાં ધોરણ 7 અને 8 ના સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્ય પુસ્તકો પહોંચ્યા ન હોવાથી કોર્સ પૂર્ણ કરવો અશક્ય હોવાની રજૂઆતો થઈ હતી. જેના પગલે ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાનની સામયિક કસોટી મોકૂફ રાખવાનું નક્કી કરાયું છે. જ્યારે બાકીની સામયિક કસોટી નિયત કાર્યક્રમ મુજબ જ લેવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x