ભારતીય મહિલા હૉકી ટીમની જીત, બોક્સર લવલિનાએ ઇતિહાસ રચ્યો
ટોક્યો ઓલ્મ્પિકમાં ગરુરુવારનો દિવસ ભારત માટે આર્ચરી ,હૉકી, બેડમિન્ટનમાં સારો રહ્યો. બોક્સિંગમાં ભારતીય ફેન્સને ઝટકો મળ્યો. સ્ટાર બૉક્સર મેરી કોમ રાઉન્ડ ઑફ 32માંથી બહાર થઇ ગયા. જો કે પીવી સિંધુ , અતનુ દાસ અને સતીશ કુમારે મુકાબલો જીતી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી. જો કે 30 જુલાઇનો દિવસ પણ ઘણો મહત્વપૂર્ણ રહેશે. ભારતના ખેલાડી મેડલ નજીક પહોંચશે.
શૂટઑફમાં થયેલા રોમાંચક મુકાબલામાં દીપિકાએ 6-5થી મુકાબલો પોતાના નામે કર્યો. જ્યાં ROCના પરોવાએ સાત સ્કોર મેળવ્યો. દીપિકાએ પરફેક્ટ 10 કરીને મેચ પોતાના નામે કરી અને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી.
25મીટર એર પિસ્ટલ ઇવેન્ટના ક્વોલિફાઇંગ રાઉન્ડના પૂર્ણ થતા મનુ ભાકરની ઓલિમ્પિક સફર પૂર્ણ થઇ ગઇ છે. મનુએ ત્રણ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને તેઓ કોઇ ફાઇનલમાં પહોંચી ન શક્યા. સતત બીજી ઓલિમ્પિકમાં પિસ્ટલ શૂટિંગમાં ભારત ખાલી હાથ રહ્યુ.
બોક્સિંગમાં ભારતના લવલીના બોરગોહેને ઇતિહાસ રચી દીધો છે. તેઓ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. આ સાથે જ તેમણે ભારતનો વધુ એક મેડલ પાક્કો કર્યો છે.