15 ઓગસ્ટ પહેલા દેશમાં આતંકી હુમલો થવાના ષડયંત્રનો ખુલાસો, આ રાજ્યના મંદિરો હાઇએલર્ટ પર
જમ્મુ કાશ્મીરમાં આતંકી સંગઠનો દ્વારા હુમલાનું કાવતરું
પાકિસ્તાનનું આતંકી સંગઠન દ્વારા કોઈ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. જાણકારી મુજબ જશ્ન એ મોહમદ્દ અને લશ્કર એ તૈયબાના આતંકી ભારતમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની તૈયારીમાં છે. સાથે જ જાણકારી અનુસાર જમ્મુ કાશ્મીરના મંદિરોને નિશાન બનાવી શકે છે. આ સમાચાર મળતા જ જમ્મુ કાશ્મીરના આ બધા જ મંદિરોને હાલ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
જમ્મુ કાશ્મીરના બધા જ મંદિરો હાઇ એલર્ટ પર
એક મીડિયા રિપોર્ટ અનુસાર આ આતંકી સંગઠન 5 ઓગસ્ટ અને 15 ઓગસ્ટના દિવસે જમ્મુમાં મંદિરોને નિશાન બનાવવાના ફિરાકમાં છે. આ પાછળ એવું માનવામાં આવે છે કે 5 ઓગસ્ટના દિવસે જ જમ્મુ કાશ્મીરમાં 370ણી કલમ હટાવી દેવામાં આવી હતી. આ વર્ષે તે વાતને 2 વર્ષ પૂરા થશે. આ બધા વચ્ચે એ વાત પણ નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાનની સીમા પર ડ્રોન દેખાઈ રહ્યા હતા. જેમાંથી કેટલાક ડ્રોનને ભારતીય જવાનો દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ ડ્રોનમાં કેટલીક વિસ્ફોટક સામગ્રીઓ પણ મળી આવી હતી. વધુમાં થોડા દિવસ અગાઉ ડ્રોન દ્વારા આતંકી હુમલાને પણ અંજામ આપવામાં આવ્યો હતો.
370 કલમ હટાવવાને થઈ રહ્યા છે બે વર્ષ પૂર્ણ
સુરક્ષા અધિકારીઓની માનીએ તો આ બધી જ ઘટનાઓ કઇંક અલગ જ ઈશારો કરી રહી છે. આ સાથે જ એવું માનવામાં આવ્યું કે આતંકી જમ્મુમાં મંદિરો અને ભીડ ભાડ વાળા વિસ્તારોમાં કોઈ હુમલો કરી શકે છે. 23 જુલાઇએ જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં એક ડ્રોન તોડી પડાયું હતું જેમાં વિસ્ફોટક અને અકે આઈડી પણ મળ્યું હતું. આ સમાચાર મળતા જ જમ્મુ કાશ્મીરના આ બધા જ મંદિરોને હાલ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.