કાશ્મીરના બારામુલા જિલ્લામાં CRPF પર આતંકી હુમલો, 4 જવાનો ઘાયલ
કાશ્મીરના ઉત્તર ભાગમાં આવેલ બારામુલા જિલ્લામાં ખાનપુરા બ્રીજ પર આતંકવાદીઓ દ્વારા સીઆરપીએફની ટીમ પર ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં સીઆરપીએફના 4 જવાન અને એક સામાન્ય નાગરીક ઘાયલ થયા હતા. જેથી તેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનાને અંજામ આપનાર આતંકીઓ તેજ વિસ્તારમાં છુપાઈને બેઠા છે. જેથી તેમને ઝડપી પાડવા માટે તાપસ ચાલુ કરી દેવામાં આવી છે. બે દિવસ અગાઉ પણ બારામૂલા જિલ્લામાં આતંકીઓએ પોલીસના કાફલા પર ગ્રેનેડ ફેક્યો હતો. જોકે તેનાથી કોઈ ભારે નુકશાન નહોતું થયું.
ત્રણ જુદા જુદા વિસ્તારમાં ડ્રોન દેખાયા
બે દિવસ અગાઉ જ્યારે આતંકીઓએ ગ્રેનેડ ફેક્યો ત્યારે તે ગ્રેનેડ રસ્તા પર પડ્યો હતો. જેથી કોઈ નુકશાન ન થયું. ગઈ કાલે જમ્મૂ-કશ્મીપના સાંબા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. આ ડ્રોન બારી-બ્રાહ્મણ, ચિલાદ્યા અને ગગવાલ વિસ્તારમાં એકજ સમય પર જોવા મળ્યા હતા.
પોલીસ એકશન મોડમાં
અગાઉ સીમાવચી કનચક વિસ્તારમાં પોલીસે પાંચ કિલો આઈઈડી સાથે એક ડ્રોનને પાડી દીધું હતું. ગઈકાલે જે ડ્રોન દેખાયા હતા તે ડ્રોન થોડાકજ સમયમાં સ્તળ પરથી ગાયબ થઈ ગયા હતા. ડ્રોનની ખબર મળ્યા બાદ પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. સાથેજ પોલીસ દ્વારા હવે આ મામલે વધું જાણકારી એકઠી કરવામાં આવી રહી છે.
કાશ્મીરમાં હાઈ એલર્ટ
ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ નજીક છે. ત્યારે આવા સમયે ડ્રોન દેખાતા એવો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. કે આતંકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના છે. સૂત્રો દ્વારા એવી માહિતી પણ સામે આવી છે કે આતંકીઓ ટૂંક સમયમાં કશ્મીરમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના છે. જેના કારણે કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.